• વડતાલ તાબાના મંદિરોના મુખ્ય સંતોની બેઠક યોજાશે
  • સાળંગપુરના હરિક્રિષ્ના ભવનમાં 5.30 વાગ્યે બેઠક
  • મુખ્ય 6 મંદિરના 50 જેટલા સંતો રહેશે હાજર

સાળંગપુર ભીંતચિત્રોના વિવાદને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં વડતાલ તાબાના મંદિરોના મુખ્ય સંતોની બેઠક યોજાશે. તેમાં સાળંગપુરના હરિક્રિષ્ના ભવનમાં 5.30 વાગ્યે બેઠક થશે. મુખ્ય 6 મંદિરના 50 જેટલા સંતો હાજર રહેશે.

વડતાલ, જુનાગઢ, ધોલેરા મંદિરના સંતો હાજર રહેશે

[[$googlead]]

વડતાલ, જુનાગઢ, ધોલેરા મંદિરના સંતો હાજર રહેશે. તેમજ ભુજ, અમદાવાદ અને ગઢડા મંદિરના સંતો પણ હાજરી આપશે. તથા BAPS સ્વામિનારાયણ મંદિરના સંતો પણ હાજર રહેશે. અને RSSના આગેવાનો બેઠકમાં હાજરી આપી શકે છે. ત્યારે RSSના આગેવાન રામ માધવે સાધુ સંતો સાથે મુલાકાત કરી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય પક્ષ અને દેવ પક્ષના સંતો હાજરી આપશે.

[[$alsoread]]

વડતાલમાં PI, 3 PSI સહિત પોલીસ બંદોબસ્ત તૈનાત

સાળંગપુર સ્વામિનારાયણ મંદિરમાં પોલીસ બંદોબસ્ત મુકવામાં આવ્યો છે. જેમાં વડતાલમાં PI, 3 PSI સહિત પોલીસ બંદોબસ્ત તૈનાત છે. અનિશ્ચિત બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. સાળંગપુર હનુમાનજી મંદિરમાં ભીંતચિત્રો લઈને વિવાદ વકર્યો છે. યાત્રાધામ વડતાલ સાળંગપુર મંદિરનું મુખ્ય મંદિર હોય પોલીસ એલર્ટ મૂડમાં છે.

વીડિયો સોશિયલ મીડિયામાં ફરતા થયાં બાદ વિવાદ સમગ્ર ગુજરાતમાં ફેલાયો

સાળંગપુર મંદિરમાં હનુમાનજીની વિશાળ પ્રતિમા પાસે કેટલાક ભીંતચિત્રો લગાવવામાં આવ્યા છે. જેમાં હનુમાનજીને દાસ તરીકે પ્રદર્શિત કરાયા છે. જેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં ફરતા થયાં બાદ વિવાદ સમગ્ર ગુજરાતમાં ફેલાયો છે. સનાતન ધર્મના સંતો, મંહતો, સાધુ, હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ભીંતચિત્રોને દૂર કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે.

સાળંગપુર ધામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો

વિવાદ વકરી રહ્યો છે અને સંતો-મહંતોમાં ક્રોધ જોવા મળી રહ્યો છે. તેને લઇને સાળંગપુર ધામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સામાન્ય દિવસની સરખામણીએ શનિવારે મોટી સંખ્યામાં ભક્તો સાળંગપુર દર્શનાર્થે આવતા હોય છે. ચારણકી ગામના હર્ષદ ગઢવી પણ પહોંચ્યા હતા. બગીચામાંથી છૂપાઈને તેઓ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કિંગ્સ ઓફ સાળંગપુર પ્રતિમા પાસે પહોંચી ગયા હતા અને ત્યાં લગાવેલા ભીંતચિત્રો પર કાળી શાહીનું પોતું કર્યું હતું તેમજ હાથમાં રહેલી ફરસી જેવી વસ્તુથી ભીંતચિત્રોને તોડવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઇને તેમની અટકાયત કરવામાં આવી રહી હતી. જોકે તેમને અન્ય લોકો તરફથી સમર્થન મળી રહ્યું છે.


  • Follow us on: