- સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પતંગોત્સવ ચાલી રહ્યો છે
- અનેક પતંગો એક દોરી પર ઉડાડી એકતાનો સંદેશો પાઠવ્યો
- પતંગોત્સવમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લઇ રહ્યા છે
ઉતરાયણના તહેવારને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પતંગ ઉત્સવ અને ‘યુનિટી’નો સંદેશો આપે એ રીતે અનેક પતંગો એક દોરી પર ઉડાડી એકતાનો સંદેશો પાઠવ્યો હતો.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ‘એકતા’નો સંદેશો લોકોને મળે અને ઉત્તરાયણ પર્વની ઉજવણી પણ થાય તેવા ઉદ્દેશથી એક દોરી પર મોટી સંખ્યામાં અલગ અલગ પતંગ ચગાવવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા અને પ્રવાસીઓ પણ એક જ દોરી પર 500થી700 જેટલા પતંગો જોવા માટે ઉમટી પડ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ સાબરમતી રીવરફ્રન્ટ ખાતે પણ હાલ પતંગોત્સવ ચાલી રહ્યો છે. જ્યાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. અમદાવાદ ખાતેના પતંગોત્સવમાં આ વર્ષે યોજાનાર G20 સમિટની થીમ રાખવામાં આવી છે કે જે આકર્ષણનું કેન્દ્ર બની છે.









