- અમદાવાદ મહાનગર પાલિકાના કર્મચારી
- કર્મચારી રાજપીપળા દિવાળી કરવા આવ્યા હતા
- અચાનક છાતીમાં દુઃખાવો થતા નીચે પડી જતા મોત
નર્મદા જિલ્લાના રાજપીપળા ને અડીને આવેલા વડીયા ગામની રોયલ સનસીટી માં રહેતા એક વ્યક્તિને હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું હતું.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, લત્તાબેન તે ડાહ્યાભાઇ આત્મારામ સોલંકીની પત્ની (રહે. -ફેસ- 3/166 રોયલ સનસીટી વડીયા તા-નાંદોદ જી-નર્મદા)એ પોલીસને જાણ કર્યા મુજબ તેઓ તેમના પતિ ડાહ્યાભાઈ આત્મારામ સોલંકી (ઉ.વ.53) સાથે જમી પરવારીને ઘરે બેઠા હતા. તે વખતે પતિને અચાનક છાતીમાં દુઃખાવો થતા નીચે પડી જતા તેઓને રાજપીપળા સરકારી દવાખાને સારવાર માટે લઈ આવતા એટેક આવવાના કારણે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. તેમના પુત્ર મનીષ સોલંકીનાં જણાવ્યા મુજબ મરનાર તેમના પિતા ડાહ્યાભાઈ અમદાવાદ મહાનગરપાલિકામાં સફાઈ સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા હતા. તેમનું એક મકાન વડીયા ગામની રોયલ સન સિટીમાં હોય ત્યાં દિવાળીનો તહેવાર કરવા આવ્યા હતા. તેમને વડીયા ખાતેના મકાનમાં જ એટેક આવતા તેમનું મોત થતાં પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.










