ડાંગમાં DMLT કોર્સના નામે નાણાં પચાવી લેવાનું કૌભાંડ સામે આવ્યુ છે. જેમાં ડાંગમાં સિલાઇ મશીન અપાવવાના બહાને કૌભાંડ આચર્યું છે. એમ.એસ.મહિલા કોલેજની વિદ્યાર્થિનીઓ સાથે છેતરપિંડી કરવામાં આવી છે. સિલાઇ મશીન અપાવવાના બહાને રૂ.300 ઉઘરાવ્યા હતા. તેમાં વિદ્યાર્થિનીઓની સ્કોલરશીપના નાણાં પડાવી લીધા છે.


[[$googlead]]

વિદ્યાર્થિનીઓના બેંક અને પોસ્ટમાં ખાતા ખોલવ્યા

વિદ્યાર્થિનીઓના બેંક અને પોસ્ટમાં ખાતા ખોલવ્યા હતા. જેમાં ડોક્યુમેન્ટના આધારે ખાતા ખોલાવ્યા હતા. ત્યારે આદિજાતિ વિકાસ અધિકારીએ તપાસ હાથ ધરી છે. ડાંગ જિલ્લામાં ત્રણ વિદ્યાર્થીઓની દ્વારા ફરીયાદ કરવામાં આવી છે. જેમાં પલવિકા ચૌધરી, સુમિત્રાબેન ભોંયે, મનિષાબેન ચૌધરી દ્વારા આ કૌભાંડની ફરિયાદ થઇ છે. જેમાં સિલાઈ મશીન આપવાના નામે 300 ઉઘરાવ્યા પછી 52-52 હજારની સ્કોલરશિપ પડાવી લેવાનું કૌભાંડ છે. કેટલીક વિદ્યાર્થિનીઓનાં બેન્કમાં, કેટલીકનાં પોસ્ટ ઓફિસમાં ખાતા પણ ખોલાવ્યા હતા. એક પણ વિધાર્થિનીને ક્યારેય કોલેજ કે ક્લાસમાં બોલાવાઈ જ નહોતી.

[[$alsoread]]

આદિજાતિ વિકાસ અધિકારીએ તપાસ કરી આગળની કાર્યવાહી કરવા જણાવ્યું

આ બાબતે આદિજાતિ વિકાસ અધિકારી વિ.જે થોરાટે આ બાબતે તપાસ કરી આગળની કાર્યવાહી કરવા જણાવ્યું છે. આ બાબતે આજ રોજ આદિજાતિ વિકાસ અધિકારી વિ.જે થોરાટ આગળ તપાસ કરતા જાણવા મળ્યું છે કે પલ્લવિકા ચૌધરી, ચિચવીહીર ગામની વિદ્યાર્થીની રેગ્યુલરના આવતા તેમનું એડમિશન કેન્સલ થયેલ હતુ. અને એને કોઈ જાતની સ્કોલરશીપ ચૂકવવામાં આવેલ નથી. જ્યારે અન્ય બે બહેનો સુમિત્રાબેન ભોયે સરીગામ અને મનીષાબેન ચૌધરી રહે. હારપાડા ગામ લેખિતમાં જણાવેલ છે. રેગ્યુલરમાં ડીએમએલટી કોર્સ કરેલ છે અને સ્કોલરશીપ મળેલ છે અને જે એમણે સંસ્થામાં ફિ પેટે એક પણ રૂપિયા જમા‌ કરેલ નથી.


  • Follow us on: