સુરતના ઉધનાના કૈલાશનગર વિસ્તારમાં બાઇક સાથે મોપેડ અથડાવાની નાની બાબતે થયેલા ઝઘડામાં ઉશ્કેરાઇ ગયેલા મોપેડ સવાર શખ્સે ચપ્પુના ઘા ઝીંકી આધેડ સુપરવાઇઝરની હત્યા કરી નાખી હતી. ઉધના પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.


[[$googlead]]

મોપેડ સામે અથડાયું તેમાં સુરતમાં હત્યા થઈ

સુરતમાં રહેતા અને મૂળ ઓરિસ્સાના વતની અને હાલમાં પાંડેસરા વિસ્તારમાં વસવાટ કરતા સરોજકુમાર ખિરોદ મહંતી એક ખાનગી કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતા હતા. ગત 25મી એપ્રિલના રોજ તેઓ પોતાની નોકરી પરથી છૂટીને બાઇક દ્વારા ઘરે પરત ફરી રહ્યા હતા.ઉધના વિસ્તારના કૈલાશનગર જીગ્નેશ ચોક પાસે પહોંચ્યા ત્યારે એક મોપેડ સવાર શખસે તેમની બાઇક સાથે અથડામણ કરી હતી. આ અંગે સરોજકુમારે મોપેડ સવારને સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની સલાહ આપી હતી. આ નાની બાબતે મોપેડ સવાર ઉશ્કેરાઇ ગયો હતો અને બે વચ્ચે બોલાચાલી થઈ હતી. ​​​​​​​ઝઘડો વધતા મોપેડ સવાર શખસે પોતાની પાસે રહેલું ચપ્પુ કાઢી સરોજકુમાર પર અચાનક હુમલો કરી દીધો હતો. તેણે ઉપરા-છાપરી ઘા ઝિંકતા સરોજકુમાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

[[$alsoread]]

આરોપી પરપ્રાંતીય છે અને સુરતમાં હત્યા કરી નાખી

ગંભીર હાલતમાં તેમને તરતજ સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકા સમયમાં તેમણે સારવાર દરમિયાન તબીબી સ્ટાફના પ્રયાસો છતાં જીવ ગુમાવ્યો હતો, ​​આ ઘટનાની માહિતી મળતા જ ઉધના પોલીસ તત્કાલ દોડી આવી હતી અને હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસની કાર્યવાહી દરમિયાન માત્ર ગણતરીના કલાકોમાં જ હત્યારા શખસ સમીર સદ્દામ બહેરાને ઝડપાઈ ગયો હતો.પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, સમીર ફોટોગ્રાફીનો વ્યવસાય કરે છે. હાલ ઉધના પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને હત્યાના પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

 

  • Follow us on: