અમદાવાદના વટવામાં યુવકની હત્યા કરવામાં આવી છે,જેમાંઅંગત અદાવતમાં છરીથી હુમલો કરી યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે,3 થી 4 લોકોએ છરીથી હુમલો કરતા યુવકનું ઘટના સ્થળે મોત થયું છે,તો આ ઘટના વટવાના ચાર માળીયા આવાસ છે તેમાં બની છે,વટવા પોલીસે વધુ તપાસ હાથધરી છે.


[[$googlead]]

વટવા ચાર માળીયામાં યુવકની હત્યા

અમદાવાદના વટવામાં આવેલ ચાર માળીયામાં યુવકની હત્યા કરવામાં આવી છે,અને આ હત્યા અંગત અદાવતમાં કરવામાં આવી છે,યુવકને ઘરની નીચે બોલાવવામાં આવે છે અને છરીના ઘા મારવામાં આવે છે તો ત્રણ થી ચાર લોકો ભેગા મળીને છરીના ઘા મારે છે અને તેના કારણે યુવકની હત્યા થાય છે,ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથધરે છે,તો હત્યા કરીને આરોપીઓ ફરાર થઈ ગયા છે,પોલીસે આ મામલે આરોપીને શોધવા અલગ-અલગ ટીમો બનાવી છે.

[[$alsoread]]

પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો

સમગ્ર કેસમાં પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે અને મૃતકના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે,પીએમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે,પોલીસે મૃતકના પરિજનો તેમજ તેમના મિત્રોના નિવેદન લીધા છે,અમદાવાદમાં ફરી ખૂની ખેલ ખેલાતા લોકો પણ ચિંતામાં મૂકાયા છે,ત્યારે અમદાવાદ શહેરની છબી ખરડવાનો આવા આરોપીઓ પ્રયાસ કરતા હોય છે,સામાન્ય વાતમાં ઉશ્કેરાઈને કોઈની પણ હત્યા કરવી એ કોઈ સમાધાનની વાત નથી.

 

  • Follow us on: