• મુસ્લિમ દુલ્હા-દુલ્હનના અખંડ રામનામ સંકિર્તન મંદિરમાં નિકાહ
  • જુનાગઢના સત્યમ સેવા યુવક મંડળ દ્વારા આયોજન કરાયું
  • હિન્દુ અને મુસ્લિમ જ્ઞાતિના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

મંદિરમાં નિકાહ, જી હાં તમે સાચું જ સાંભળ્યું છે કે મંદિરમાં નિકાહ. જુનાગઢના રામ મંદિર ખાતે મુસ્લિમ સમાજ દ્વારા નિકાહ કરવામાં આવ્યા હતા. જુનાગઢ એટલે ગરવા ગિરનાર અને દાતારની ભૂમિ અહીં લોકો ભાઈચારાની સાથે રહે છે અને તેનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે કે જ્યાં અખંડ રામનામ સંકિર્તન મંદિરમાં જ્યાં 24 કલાક રામધુન બોલે છે ત્યાં મુસ્લિમ યુગલના નીકાહ કરવામાં આવ્યા છે.


[[$googlead]]

હિન્દુ અને મુસ્લિમ જ્ઞાતિના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

[[$alsoread]]

જુનાગઢનું સત્યમ સેવા યુવક મંડળ દ્વારા ગોંડલના અબ્દુલ કાદિર કુરેશીની નિકાહ આરીફભાઈની પુત્રી હીનાબેન સાથે મંદિરમાં ઇસ્લામના રીતિ રિવાજ મુજબ નીકાહ કરાવવામાં આવ્યા હતા. હિન્દુ-મુસ્લિમ સમુદાય વચ્ચે કોમી એકતાનું પ્રતિક સમાન અને ભાઈચારાની લાગણી ફેલાય તેવા હેતુસર મુસ્લિમ દુલ્હા-દુલ્હનના અખંડ રામનામ સંકિર્તન મંદિરમાં નિકાહ કરાવવામાં આવ્યા હતા. આ તકે હિન્દુ અને મુસ્લિમ જ્ઞાતિના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મંડળ દ્વારા હિન્દુ-મુસ્લિમ સમાજના યુગલોના લગ્ન કરાવવામાં આવ્યા છે

સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા અને તેમની ટીમ દ્વારા મુસ્લિમ યુગલના લગ્ન કરાવવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં સત્યમ સેવા યુવક મંડળ દ્વારા 1800 હિન્દુ-મુસ્લિમ સમાજના યુગલને લગ્ન કરાવવામાં આવ્યા છે. નીકાહ કરાવ્યા બાદ અંધ કન્યાઓ દ્વારા નવયુગલને વધાવવામાં આવ્યા અને લગ્ન ગીતો ગાયા હતા. દેશમાં અમન શાંતિ અને સુકુન જળવાઈ રહે અને લોકો હિન્દુ મુસ્લિમ શીખાઈ એક જ છે તેનું ઉદાહરણ પૂરું પાડવા આજે મંદિરમાં નીકાહ પડાવવામાં આવ્યા હતા. વર કન્યા નિકાહ મોલવી દ્વારા આ મંદિરમાં કરવામાં આવ્યા હતા. ના હિન્દુના મુસલમાન ના શિખ ના ઈસાઈ સબ હમ એક હૈ નો સંદેશો આપવામાં આવ્યો છે અને ભાઈચારાથી તમામ લોકો એક સાથે રહે અને ભાઈચારો જળવાઈ રહે તેઓ સંદેશો આપવા આવ્યો હતો. આમ કોમી એકતાનો સંદેશો આપવા મુસ્લિમ યુગલે મંદિરમાં નવી જિંદગીની શરૂઆત કરી હતી.

  • Follow us on: