- સ્થાનિક સ્વરાજ સંસ્થાઓમાં નવા નેતાઓની પસંદગી
- ભાજપ નો રીપીટ થિયરી પ્રમાણે પસંદગી કરશે
- વધુમાં વધુ નવા લોકોને તક મળે તે માટે નો-રીપીટ થિયરી
ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું મહત્ત્વનું નિવેદન સામે આવ્યું છે. જેમાં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓમાં નવા નેતાઓની પસંદગી કરવામાં આવશે. તેમજ 1500 પદો માટે નિયુક્તિ કરાશે. તથા ભાજપ નો રીપીટ થિયરી પ્રમાણે પસંદગી કરશે.
તા.પં, જિ.પ.માં નો-રીપીટ થિયરી લાગુ થશે
તા.પં, જિ.પ.માં નો-રીપીટ થિયરી લાગુ થશે. જેમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન માટે નો-રીપીટ થીયરી આવશે. જેમાં ગુજરાત ભાજપે પાલિકા અને કોર્પોરેશનને લઇને મહત્ત્વનો નિર્ણય લીધો છે. આગામી અઢી વર્ષની ટર્મ માટે ભાજપ નો-રીપીટ થિયરી અપનાવશે. મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના પદાધિકારીઓની પસંદગી માટે સેન્સ લેવાની જવાબદારી 1500 જેટલા લોકોને સોંપી હતી. જેમાં દરેક બેઠક માટે 3 નિરીક્ષક મોકલ્યા હતા, જેમાં 1 મહિલાનો પણ સમાવેશ કરાયો હતો.
વધુમાં વધુ નવા લોકોને તક મળે તે માટે નો-રીપીટ થિયરી
આ નિર્ણય વિશે માહિતી આપતા ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, વધુમાં વધુ નવા લોકોને તક મળે તે માટે નો-રીપીટ થિયરી અપનાવાઈ છે. ભાજપ કુલ 90.5 ટકા બેઠકો જીત્યું છે. એટલે વધુથી વધુ લોકોને તક મળે તે માટે આ નિર્ણય લેવાયો છે. સામાન્ય બેઠક પર સામાન્ય વર્ગમાંથી આવતા લોકોને પ્રાયોરિટી અપાશે. દરેક કાર્યકરની સિનિયોરિટી, આવડત, આક્ષેપ વગેરેને ધ્યાનમાં લેવાશે. કાર્યકર વિરુદ્ધ થયેલા આક્ષેપની ચકાસણી કરવામાં આવશે.