- અખબારી અહેવાલ બાદ આખરે તંત્ર જાગ્યું
- 3 દિવસમાં દબાણ દૂર કરવા નોટિસમાં જણાવાયું
- ફોજરદારી કાર્યવાહી કરવા નોટીસમાં જણાવવામાં આવ્યુ છે
બાલાસિનોર તાલુકાના જનોડ ગ્રામ પંચાયતની સીમના છેવાડે આવેલ ઉમરીયા તળાવમાં કઢૈયા ગ્રામ પંચાયતના સરપંચ સહિત કેટલાક અન્ય વ્યકિતઓ ધ્વારા તળાવમાં ગેરકાયદેસર દબાણ કરી ખેતી કરતા તળાવને ખેતરમાં ફેરવી દેવાના આક્ષેપો સાથે કઢૈયા ગ્રામ પંચાયતના મોઢણ ગામના એક જાગૃત નાગરીક દ્વારા જનોડ ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી કમ મંત્રી, તાલુકા વિકાસ અધિકારીથી લઈ મુખ્યમંત્રી સુધી લેખીત રજૂઆત કરી તળાવનું દબાણ હટાવવા અને દબાણ કર્તાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. જે સંદર્ભે 'સંદેશ' સમાચાર પત્રમાં તળાવના દબાદ મુદ્દે સમાચાર પ્રસિધ્ધ કરાતા જનોડ ગ્રામ પંચાયતના સરપંચ રમેશભાઈ રત્નાભાઈ માછી દ્રારા તળાવમાં દબાણ કરેલ સરપંચને નોટીસ ફટકારી દિન 3 માં તળાવમાં કરવામાં આવેલ બિનઅધિકૃત રીતે ગેરકાયદેસર દબાણ તમારા ખર્ચે અને જોખમે દુર કરવુ જો તેમ કરવામાં નહી આવેતો ફોજરદારી કાર્યવાહી કરવા નોટીસમાં જણાવવામાં આવ્યુ છે.










