રાજકોટમાં કારચાલકની બેદરકારીથી બાળક કચડાયું હોવાની વાત સામે આવી છે.રાજકોટા મવડી વિસ્તારમાં હેમન્દ્રી-1 એપાર્ટમેન્ટમાં આ ઘટના બની હોવાની વાત સામે આવી છે.ચોકીદારનો પુત્ર પાર્કિંગમાં રમતો હતો ત્યારે કાર ચાલકનું ધ્યાન રિવર્સ લેતા ના ગયુ અને તેનું ઘટના સ્થળે જ મોત થયું હતુ.પોલીસે સમગ્ર ઘટનાને લઈ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથધરી છે.
મવડી વિસ્તારના હેમન્દ્રી-1 એપાર્ટમેન્ટનો બનાવ
રાજકોટના મવડી વિસ્તારમાં કાર ચાલકની બેદરકારીના કારણે માસુમનું મોત થયું છે.કાર ચાલક પાર્કિંગમાંથી કાર રીવર્સ લઈ રહ્યો હતો તે દરમિયાન તેનું ધ્યાન હતુ નહી જેના કારણે કારની પાછળ રમી રહેલ બાળકનું ઘટના સ્થળે મોત થયું છે.સમગ્ર ઘટનાને લઈ પોલીસે તપાસ હાથધરી છે અને બાળકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડયો છે.પીએમ થયા બાદ પરિવારને તેનું બાળક સોંપવામાં આવશે,હાલ પરિવારમાં ગમનો માહોલ છે,બાળકની માતા પણ બેભાન થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા.

મિલન પટેલ નામના વ્યકિત સામે નોંધાયો ગુનો
ફલેટમાં રહેતો વ્યકિત મિલન પટેલ કે જે પોતાની કાર બહાર લઈને જતો હતો અને તે ફલેટનો જ રહેવાસી છે,જયારે કાર રિવર્સ કરવામાં આવે છે ત્યારે કાર ચાલકનું ધ્યાન ન રહેતા તે બાળકી પર કાર ચઢાવી દે છે,બાળકીને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ લઈ જવામાં આવે છે પરંતુ હોસ્પિટલના ડોકટર દ્રારા તેને મૃત જાહેર કરવામાં આવે છે.પોલીસે હાલ કાર ચાલકની ધરપકડ કરી નથી.પોલીસની વિશેષ તપાસમાં કાર ચાલક મિલન એક માસથી જ એપાર્ટમેન્ટમાં ભાડે રહેતા હોવાનું તેમજ ચોકીદાર છેલ્લા ત્રણ માસથી નોકરી પર રહ્યો હોવાનું બહાર આવ્યું હતું.
બાળક રમતું હોય જાહેર જગ્યાએ તો તેને એકલું ના મૂકો
જયારે તમારૂ બાળક જાહેર જગ્યામાં કે ફલેટના પ્લોટ વિસ્તારમાં રમતું હોય તો તેને એકલુ ના મૂકો,આવી ઘટના એક વાર નહી પરંતુ અનેક વાર બની ચૂકી છે,માતા-પિતાની બેદરકારીની કારણે બાળકને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે.બાળક જયારે રમતુ હોય ત્યારે માતા અથવા પિતા અથવા તો ઘરનો એક સભ્ય હાજર હોય તો આવી ઘટનાથી તમારૂ બાળક જશી જશે.









