- દેવુબાગ વિસ્તારમાં આવેલ ફલેટનો સ્લેબ થયો ધરાશાયી
- પ્રમુખ સ્વામી ફ્લેટમાં સ્લેબ ધરાશાયી થતા આધેડ દબાયા હતા
- ભાવેશ શાહ નામના વ્યક્તિનું સારવાર દરમિયાન મોત
ભાવનગરના દેવુબાગ નજીક આવેલ પ્રમુખ સ્વામી ફલેટનો સ્લેબ અચાનક ધરાશાયી થતા એક આધેડ વ્યકિતનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું.ઘટનાની જાણ થતાની સાથે જ મનપા કમિશ્નર અને જિલ્લા કલેકટર ઘટના સ્થળે પહોચ્યાં હતા અને ફલેટની મુલાકાત લીધી હતી.આ ફલેટમાં હાલ 32 સ્થાનિકો વસવાટ કરી રહ્યાં છે.હાલ જર્જરીત ફ્લેટમાં રહેલા લોકોને ફાયર વિભાગની મદદથી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે.
સ્થાનિકોનો આક્ષેપ
સમગ્ર ઘટનાને લઈ સ્થાનિકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો છે,સ્થાનિકોનું કહેવું છે કે જર્જરીત બિલ્ડીંગને લઈ અગાઉ પણ તંત્રને જાણ કરવામાં આવી હતી પરંતુ તંત્ર દ્વારા આ બાબતે કોઈ રસ દાખવ્યો હતો.જયારે ઘટના બને છે ત્યારે વાહવાહી લેવા તંત્ર આવી જતું હોય છે.

સુરતમાં બે દિવસ પહેલા બની ઘટના
સુરતના સગરામપુર વિસ્તારમાં આવેલા શંખેશ્વર ટાવરની D બિલ્ડિંગના ચોથા માળની ગેલેરીનો ભાગ અચાનક ધડાકાભેર ધરાશાયી થયો હતો. ગેલેરીનો ભાગ તૂટીને પાર્કિંગ પર પડીને પેસેજ પર પડ્યો હતો. આ દુર્ઘટનામાં પાર્કિંગમાં પડેલી બેથી ત્રણ ગાડીઓને નુકસાન થયું હતું. જો કે, બપોરના સમયે સ્લેબ ધારાશાયી થતાં મોટી જાનહાની ટળી હતી. દુર્ઘટનાને લઇ સ્થાનિકોમાં ભય ફેલાયો હતો. સ્થાનિકોએ કહ્યું હતું કે, સ્લેબ અચાનક ધરાશાયી થતાં સમગ્ર ધરા જોરદાર અવાજ સાથે ધ્રુજી ઉઠી હતી. જાણે ધરતી આવ્યો હોય તેવો અહેસાસ થયો હતો. જેને લઇ લોકો ગભરાઇ ગયા હતા.










