ભારત પાકિસ્તાન પર પ્રચંડ પ્રહાર કરી રહ્યું છે અને ભારતીય સેનાએ પણ દુનિયા સમક્ષ પોતાની તાકાતનો ડંકો વગાડી દીધો છે ત્યારે ગુજરાતમાં પણ પાકિસ્તાન સાથે જોડાયેલી કોઈપણ હરકત ન થાય તે અંગે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.
રાજકોટના એક શખ્સનું પાકિસ્તાન સાથે કનેક્શન હોવાની આશંકા
આ દરમિયાન રાજકોટમાં એક શખ્સનું પાકિસ્તાન સાથે કનેક્શન હોવાની આશંકા જોવા મળી રહી છે. ઇમિટેશનના વેપારીને ત્યાં નોકરી કરતા શખ્સને પાકિસ્તાન સાથે કનેક્શન હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. શંકાના આધારે બી ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી છે અને તમામ પૂછપરછ કરીને આ વ્યક્તિ પાસે માહિતી લેવામાં આવી રહી છે.
દુશ્મન દેશના વ્યક્તિ સાથે ચેટ કરી
ભગવતી પરા વિસ્તારમાં સુખસાગર સોસાયટીમાં આકરી કાર્યવાહી કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળના શખ્સને દુશ્મન દેશના વ્યક્તિ સાથે ચેટ કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસે આ વ્યક્તિ પાસેથી તેના બે મોબાઈલ જપ્ત કર્યા છે. એમ એ કાસ્ટિંગમાં કામ કરતા અમન નામના શખ્સની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
ભારતે પાકિસ્તાન પર કરી આકરી કાર્યવાહી
તમને જણાવી દઈએ કે, પહેલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલ 2025ના રોજ થયેલા આતંકી હુમલામાં 26 પ્રવાસીઓના મોત થયા હતા જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ દેશભરમાં આ કાયરતાપૂર્ણ હુમલાને લઇને ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. ત્યારે ભારતે આ હુમલાનો વળતો જવાબ આપતા 6 અને 7ની રાત્રીએ ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનમાં હુમલો કર્યો હતો જેમાં 9 આતંકવાદી ઠેકાણા પર હુમલો કરતા અનેક લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા.