• ઘોઘા રોડ પોલીસે આ બનાવ અંગે હત્યાનો ગુન્હો દાખલ કર્યો
  • હત્યાનો ગુનો દાખલ કરી બંને આરોપીઓની શોધખોળ હાથ ધરી
  •  મુકેશ ચુડાસમા અને શૈલેષ ચૌહાણ નામના શખ્સ સાથે મોબાઈલ ફોન બાબતે ઝઘડો થયો

ભાવનગર શહેરના સુભાષનગર પાસે આવેલ તિલકનગર વિસ્તારમાં આવેલ મોક્ષ મંદિર પાસે એક પુરુષની લાશ મળી આવવાના બનાવમાં આધેડની હત્યા કરી ફેંકી દેવામાં આવી હોવાની વિગતો બહાર આવ્યા બાદ ઘોઘા રોડ પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં મોબાઈલ અંગે થયેલા ઝઘડાની અદાવત રાખી બે શખ્સોએ લાકડી પાઇપ જેવા બોથડ પદાર્થથી હુમલો કરી મારમારી આધેડની હત્યા કરી હોવાની વિગતો બહાર આવી હતી.

હત્યાનો ગુનો દાખલ કરી બંને આરોપીઓની શોધખોળ હાથ ધરી

[[$googlead]]

ઘોઘા રોડ પોલીસે આ બનાવ અંગે હત્યાનો ગુનો દાખલ કરી બંને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. ભાવનગર શહેરના સુભાષનગર નજીક આવેલ તિલક નગર વિસ્તારમાં મોક્ષ મંદિર પાસે ગત તારીખ 1 ઓગસ્ટના રોજ સાંજના સુમારે રોડ ઉપર અવાવરું જગ્યામાં એક લાશ મળી આવ્યાનો ફોન આવે છે અને ફોન આવ્યાની હકીકત બાદ જિલ્લા પોલીસ વડા તેમજ DYSP સહિત ઘોઘારોડ પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે દોડી આવે છે. જ્યાં એક આધેડની લાશ મળી આવે છે. પોલીસ ઘટનાસ્થળે તપાસી હત્યા છે કે કેમ એ અંગે પેનલ પીએમ કરાવવા લાશને સિવિલ હોસ્પિટલમાં લાવે છે.

[[$alsoread]]

 મુકેશ ચુડાસમા અને શૈલેષ ચૌહાણ નામના શખ્સ સાથે મોબાઈલ ફોન બાબતે ઝઘડો થયો

મૃતક કોણ છે ક્યાં રહે છે એ સમગ્ર ઘટનાની માહિતી મેળવવા માટે પોલીસ તપાસ હાથ ધરે છે. જેમાં ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે આવેલ વણકરવાસ વિસ્તારમાં રહેતા સુનિલભાઈ ગોહીલ ભાવનગરની સિવિલ હોસ્પિટલ ખાતે આવે છે અને મૃતકનું નામ હર્ષદ ગોહિલ હોવાનું અને તે તેમના મોટાભાઈ હોવાનું જણાવે છે. મૃતક હર્ષદભાઈ ગોહીલ ભંગાર અને લોખંડ વીણતા હોવાનું સામે આવે છે. પી.એમ રિપોર્ટ માં મૃતક આધેડને બોથડ પદાર્થના ઘા મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હોવાનું ખુલતા પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસ દરમ્યાન સામે આવે છે કે મૃતક હર્ષદભાઈ ગોહીલને સવારના સમયે મુકેશ ચુડાસમા અને શૈલેષ ચૌહાણ નામના શખ્સ સાથે મોબાઈલ ફોન બાબતે ઝઘડો થયો હોવાની માહિતી પોલીસને મળે છે.

ઘોઘા રોડ પોલીસે આ બનાવ અંગે હત્યાનો ગુન્હો દાખલ કર્યો

બંને આરોપીઓને મૃતક હર્ષદ ગોહીલે મોબાઈલ ફોનની ચોરી કરી હોવાની શંકા હોવાના કારણે આ બંને આરોપીઓએ હર્ષદને લાકડી અને પ્લાસ્ટિકની પાઇપ તેમજ અન્ય કોઈ બોથડ પદાર્થથી માર્યો હતો અને તેમાં હર્ષદને ગંભીર ઈજાઓ પહોંચી હતી હર્ષદ અધમુવો થઈ જતા બંને રોડના કિનારે કચરાના ઢગ પાસે ફેંકી દીધો હતો અને ત્યારબાદ તેનું મોત થયું હતું. ઘોઘા રોડ પોલીસે આ બનાવ અંગે હત્યાનો ગુન્હો દાખલ કરી બંને આરોપીને ઝડપી પાડવા આગળની કાર્યવાહી શરૂ કરેલ છે.


  • Follow us on: