• ભાવનગર રેલવે ડિવિઝનના લોકો પાયલોટે ટ્રેનની નિર્ધારિત ગતિનું પાલન કર્યું
  • માલસામાન ટ્રેન નંબર PRTK - PPSPના પાયલોટે શનિવારે સિંહોને બચાવ્યાં
  • પાયલોટે ઈમરજન્સી બ્રેક લગાવી અને ટ્રેનને લગભગ 50-100 મીટર દુરી પર રોકી

ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા સિંહો અને વન્યજીવોની સુરક્ષા માટે સતત પ્રયાસો કરતું રહ્યું છે. ભાવનગરના ડિવિઝનના નિર્દેશો અનુસાર, ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાયલોટ દ્વારા નિર્ધારિત ગતિનું પાલન કરીને વિશેષ સાવધાની સાથે કામ કરી રહ્યાં છે. ભાવનગર રેલ્વે ડિવિઝનના લોકો પાયલોટે 5 સિંહોના ટોળાને ટ્રેનની અડફેટે આવતા બચાવ્યા હતાં.

લીલીયા મોટા - સાવરકુંડલા સેક્શન વચ્ચે 5 સિંહોને જોયા

ભાવનગર રેલવે ડિવિઝનના સીનીયર DCM શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર તારીખ 04 મે, 2024 શનિવારના રોજ, લોકો પાઇલટ શ્રી દલપત બેનીવાલ એક માલસામાન ટ્રેન નંબર PRTK- PPSP પર પોતાની ફરજ બજાવી રહ્યાં હતા ત્યારે શનિવારે સવારે લગભગ 05:15 વાગ્યે, લીલીયા મોટા - સાવરકુંડલા સેક્શન વચ્ચે આવેલા કિ.મી. નંબર 48/7-8 પર જોયું કે, 02 સિંહ અને 01 શાવક એટલે કે સિંહનું બચ્ચું એમ સિંહનો પરિવાર ટ્રેક પર ઉભા હતા.

પાયલોટે ઈમરજન્સી બ્રેક લગાવીને સિંહોને બચાવ્યા

તેમજ બીજા 02 શાવક ટ્રેકની નજીક ઉભેલા જોયા બાદ તુરંદ જ આ દ્રશ્ય જોઈને લોકો પાયલોટે ઈમરજન્સી બ્રેક લગાવી અને ટ્રેનને લગભગ 50-100 મીટર જેટલી દૂરી પર રોકીને 05 સિંહોના જીવ બચાવ્યા હતા. ઘટનાસ્થળ પર ટ્રેન 15 મિનિટ મોડી પડી હતી. ઘટનાસ્થળ પર કોઈ ફોરેસ્ટ ગાર્ડ હાજર ન હતો, છતાં લોકો પાયલટે ટ્રેન રોકીને સિંહોને બચાવ્યા હતા. સિંહોએ પાટા ઓળંગ્યા પછી, ટ્રેનને ઘટનાસ્થળ પરથી લોકો પાયલોટ દ્વારા ગંતવ્ય સ્ટેશન તરફ લઈ જવામાં આવી હતી.

પાયલોટને આ પ્રશંસનીય કામગીરી બદલ સન્માનિત કરાયા

આ માહિતી લોકો પાયલોટે ડિવિઝનલ ઓફિસ કંટ્રોલને આપી હતી. માહિતી મળતાં, લોકો પાઇલટ શ્રી દલપત બેનીવાલને ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમાર દ્વારા આ પ્રશંસનીય કાર્ય માટે સન્માનિત કરવામાં આવ્યા હતા.

  • Follow us on: