• કોમન પ્લોટ બારોબાર ત્રાહિત વ્યક્તિના નામે થયો
  • દસ્તાવેજમાં 27074 ચોરસવારના પ્લોટની એન્ટ્રી
  • પ્લોટ ત્રાહિત વ્યક્તિના નામે નોંધાતા સ્થાનિકો મુશ્કેલીમાં

અમદાવાદની પુરુષોત્તમ સોસાયટીના સ્થાનિકો અત્યારે ગોટાળે ચડયા છે.સોસાયટી રિડેવલપમેન્ટમાં જતાં મોટો ઘટસ્ફોટ થયો છે,જેમાં સોસાયટીનો કોમન પ્લોટ બારોબાર ત્રાહિત વ્યક્તિની માલિકીમાં નોંધાઈ ગયો છે,કોના દ્રારા આ રીતે પ્લોટની એન્ટ્રી કરાઈ તેને લઈ સ્થાનિકો મૂંઝવણમાં મૂકાયા છે.

સુભાષબ્રિજ નજીક આવેલી છે સોસાયટી

[[$googlead]]

અમદાવાદમાં જુની ફલેટની સ્કીમો હવે રી-ડેવલપમેન્ટને લઈ નવી થઈ રહી છે,ત્યારે પુરષોત્તમ નગરની સોસાયટીમાં નવો વિવાદ સામે આવ્યો છે.48 વર્ષ પહેલા સોસાયટીના દસ્તાવેજ 27074 ચોરસ વારના પ્લોટની એન્ટ્રી સોસાયટીના નામે હતી જયારે રી-ડેવલપમેન્ટને લઈ વાત આવી ત્યારે સામે આવ્યું કે પ્લોટ કોઈ અન્ય વ્યકિતના નામે બોલે છે.એક તરફ જર્જરિત બિલ્ડીંગ છે તો બીજી તરફ પ્લોટને લઈ શું કરવુ તેને લઈ સ્થાનિકો મૂંઝવણમાં છે. સ્થાનિકોએ કલેકટરને લેખિતમાં ફરિયાદ કરી છે.

[[$alsoread]]


જર્જરિત બિલ્ડિંગના કારણે AMCએ આપી હતી નોટિસ

સોસાયટીના ત્રણ વિભાગના 441 ઘરના પરિવાર મુશ્કેલીમાં છે,એક તરફ ફલેટ જર્જરિત હોવાથી એએમસીએ નોટીસ આપી છે,તો હવે જઉં તો કયા જઉં એ એક સવાલ છે,સોસાયટી 48 વર્ષ જુની છે.પ્લોટ કોણે અન્યના નામે કર્યો તે એક સવાલ છે.ત્યારે સ્થાનિકો એક આશા લઈને બેઠા છે કે,જલ્દીથી પ્લોટની સમસ્યાનું નિરાકરણ આવે.


અમદાવાદમાં રી-ડેવલપમેન્ટને લઈ સોસાયટીઓ થાય છે નક્કી

બૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાત અલગ થયા બાદ ગુજરાત હાઉસિંગ બોર્ડની રચના થઇ. હાઉસિંગ બોર્ડે અત્યાર સુધીમાં નાની મોટી 1000 કરતાં વધારે વસાહતો બનાવી છે. જેમાં ટેનામેન્ટ અને લો રાઇઝ એપાર્ટમેન્ટનો સમાવેશ થાય છે. વર્ષ 2012 બાદ હાઉસિંગ બોર્ડે હાઇરાઇઝ એપાર્ટમેન્ટ બનાવવાની શરૂઆત કરી. હાઉસીંગ બોર્ડે 483 લો રાઇઝ એપાર્ટમેન્ટમાં 70855 મકાન બનાવ્યા. જેમાંથી મોટા ભાગની વસાહતોના મકાનો ખુબ જર્જરિત થઇ જતાં તેનું રીડેવલપમેન્ટ કરવું જરૂરી બન્યું. 

  • Follow us on: