• વાસણાના ખોડીયારનગર પાસે અકસ્માત થયો
  • કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો
  • નંબર પ્લેટ વગરની કારથી અકસ્માત થયો

અમદાવાદમાં ફરી વાર પોલીસ કર્મચારીની ગાડીથી અકસ્માત થયો છે. જેમાં વાસણાના ખોડીયારનગર પાસે અકસ્માત થયો છે. કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. નંબર પ્લેટ વગરની કારથી અકસ્માત થયો છે. કાર ચાલક નશાની હાલતમાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.

ટ્રાફિક એમ ડિવિઝન પોલીસે કાર ચાલક ધરપકડ કરી

[[$googlead]]

ઉલ્લેખનીય છે કે ટ્રાફિક એમ ડિવિઝન પોલીસે કાર ચાલક ધરપકડ કરી છે. તેમાં અમદાવાદના વાસણાના અકસ્માત મામલે મોટો ખુલાસો થયો છે. કાર ચલાવનાર પોલીસકર્મી હોવાનો ખુલાસો છે. તથા કાર ચલાવનાર વિજય સોલા પોલીસમથકનો કર્મી છે. પોલીસે વિજયની ધરપકડ કરી જામીન પર મુક્ત કર્યો છે. પોલીસકર્મીએ દારૂ પીધો હતો કે નહીં તેનું પરીક્ષણ થશે. વાસણામાં અકસ્માતનો ભોગ બનનારની સંદેશ ન્યૂઝ સાથે વાત થઇ છે. જેમાં ઇજાગ્રસ્તે જણાવ્યું છે કે ફિલ્મ જોવા જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત નડ્યો હતો. કારે ફૂલ સ્પીડમાં આવી ટક્કર મારી હતી.

[[$alsoread]]

પત્ની અને દીકરાને પણ ફ્રેક્ચર થયા છે

મારી જ્યારે આંખ ખુલી ત્યારે હોસ્પિટલમાં હતો. પત્ની અને દીકરાને પણ ફ્રેક્ચર થયા છે. બાળકની સર્જરી ચાલી રહી છે. કારચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી મારી માગ છે. વાસણા વિસ્તારમાં પોલીસ જવાન દ્વારા સર્જવામાં આવેલ અકસ્માત મામલે કેટલાક ખુલાસા થયા છે. તેમાં ઇજાગ્રસ્તે જણાવ્યું છે કે મારા દીકરા અને પત્નીને મલ્ટીપલ ફેક્ચર થયા છે. અકસ્માત સર્જનાર પોલીસ કર્મી હોય તે સામાન્ય વ્યક્તિ અમને ન્યાય જોઈએ. અકસ્માત સર્જનારને યોગ્ય સજા મળવી જોઈએ. મારા ભાઈ, ભાભી અને ભત્રીજાઓને ગંભીર ઈજા થઈ છે.


  • Follow us on: