• વેરાવળમાં ખાનગી બસના ડ્રાઇવરની જોખમી સવારી
  • પાણી હોવા છતા બસને પાણીમાંથી બહાર કાઢી
  • ગીર ગઢડાના દ્રોણ નજીક પુલ પર પાણી જ પાણી

ગીરસોમનાથના ગીરગઢડાના વેરાવળમાં ધસમસતા પાણીના પ્રવાહની વચ્ચે ખાનગી બસના ડ્રાઈવરે જોખમી રીતે બસ સવાર કરતા મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતા,ગીર ગઢડાના દ્રોણ નજીક પુલ પર પાણી હોવા છતા જોખમી રીતે બસને પાણી માથી બહાર કાઢી હતી,જોકે આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી,જો જાનહાની થઈ હોત તો કોણ જવાબદાર રહેત એ પણ એક સવાલ છે.

બસમાં હતા મુસાફરો

સૌરાષ્ટ્રમાં હાલ વરસાદ ધમાકેદાર વરસી રહ્યો છે,જેના કારણે જૂનાગઢ,પોરબંદર,દ્રારકામાં ચો તરફ પાણી પાણી જ છે.આ પાણીના પ્રવાહની વચ્ચે અમુક ખાનગી બસના ડ્રાઈવરો જોખમી રીતે બસ પાણીમાંથી પસાર કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે,વેરાવળમાં ખાનગી બસના ડ્રાઈવરે પાણીના ધસમસતા પ્રવાહની વચ્ચે બસ હંકારતા મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતા,એક તરફ રેલવે દ્રારા અમુક ટ્રેનો રદ કરવામાં આવી છે,બીજી તરફ ખાનગી બસના મુસાફરો જોખમી બસ હંકારી લોકોને તકલીફમાં મુકી રહ્યાં છે.


હવામાન વિભાગની આગાહી મુજબ મહેસાણા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી

ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગરમાં વરસાદ રહેશે. તેમજ બોટાદ, મોરબી, જામનગરમાં વરસાદ રહેશે તથા ભરૂચ, સુરત, ડાંગ, નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની આગાહી સાથે મહીસાગર, ખેડા, દાહોદ, આણંદમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ ઉત્તર ગુજરાતમાં સારા વરસાદની આગાહી છે. તથા પાટણ, બનાસકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદ પડશે અને મહેસાણા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે.

આજે સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ

સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વચ્ચે હવામાન વિભાગે આજે 10 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. જે અંતર્ગત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક સ્થળો પર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં રેડ એલર્ટ અપાયું છે. ગીર સોમનાથ અને રાજકોટમાં પણ અત્યંત ભારેની આગાહી કરાઇછે. બીજી તરફ 11 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. જેમાં કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરનો સમાવેશ થાય છે. મધ્ય ગુજરાતના 5 જિલ્લા અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

 

  • Follow us on: