નવસારીમાં વિદ્યાર્થીઓ ભરેલ બસનો અકસ્માત થયો છે જેમાં આ અકસ્માત ચીખલીમાં મજીગામ છાપરા ફળિયા પાસે થયો હતો અને નેશનલ હાઈવે નંબર 48 પર અકસ્માત સર્જાતા ચીખલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડયા હતા.


[[$googlead]]

શિવાજી યુનિવર્સિટીની લક્ઝરી બસને અકસ્માત નડયો

આ અકસ્માત શિવાજી યુનિવર્સિટીની લક્ઝરી બસને થયો હતો અને બસમાં વિધાર્થીઓ ભરેલા હતા અને અચાનક આગળનું ટાયર ફાટતા બસ ડિવાઈડર કૂદીને સામે ઉભી રહેલી કારને અથડાતા તેને પણ નુકસાન થયું હતુ.મહેસાણાથી કાર્યક્રમ પતાવીને બસ નવસારી તરફ આવતી હતી તે દરમિયાન આ ઘટના બની છે,ડ્રાઈવરની પણ પૂછપરછ પોલીસ દ્વારા કરવામાં આવી છે.વિધાર્થીઓના પણ નિવેદન નોંધવામાં આવ્યા છે.

[[$alsoread]]

બસના ચાલક પણ થયા ઈજાગ્રસ્ત

ઘટનાની જાણ થતાની સાથે જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને વિધાર્થીઓને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે,મોટી દુર્ઘટના ટળી ગઈ હતી અને વિધાર્થીઓને નાની મોટી ઈજા પહોંચી હતી.ચીખલી પોલીસે આસપાસના સીસીટીવી પણ તપાસ માટે લીધા છે,તો જે વિધાર્થીઓની તબિયત સારી છે તે તમામ વિધાર્થીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ આપી દેવામાં આવ્યો છે.

 

  • Follow us on: