• પરમાત્માનાં મંદિરો પવિત્ર ઊર્જાના ભંડાર છે : પદ્મદર્શનવિજયજી

  • અગિયાર લાખ વર્ષ પૂર્વે શ્રીપાળ મહારાજાની પાવન પધરામણી થઇ હતી
  • તા. 11 મે ના રોજ પરમાત્મા મંદિરમાં ગાદી નશીન થશે

બીલીમોરા ઐતિહાસિક નગરી છે. જ્યાં અગિયાર લાખ વર્ષ પૂર્વે શ્રીપાળ મહારાજાની પાવન પધરામણી થઇ હતી. બીલીમોરા જૈન સંઘના શાસનપ્રભાવક ચકાચક જૈનાચાર્ય પૂ. પ્રબોધચન્દ્રસૂરિજી મહારાજા અને પૂ. પંન્યાસપ્રવર પદ્મદર્શન વિજયજી મ. સાહેબ આદિ શ્રામણ - શ્રામણી ભગવંતોની પાવન નિશ્રામાં શાંતિનાથ જિનાલયના જીર્ણોદ્ધાર પ્રસંગે પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે. જેમાં મોટી સંખ્યામાં ભાવુકો હર્ષોલ્લાસભેર જોડાયા છે. તા. 11 મે ના રોજ પરમાત્મા મંદિરમાં ગાદી નશીન થશે. એ પૂર્વે પ્રભુજીની ભવ્ય શોભાયાત્રા સાજન-મહાજન સાથે નીકળી હતી. આ પુનિત અવસરે બેન્ડ, વિવિધ મંડળીઓ, શાસનધ્વજ, ભીવંડીના ઢબૂક્તા ઢોલો, વિવિધ વેષભૂષામાં સજ્જ નગરજનો આ શોભાયાત્રામાં જોડાયા હતા. દોઢ કિ.મી. લાંબી આ શોભાયાત્રા બીલીમોરાના રાજમાર્ગો ઉપર ફરી હતી. યત્ર-તત્ર આ શોભાયાત્રાનું અક્ષતના વધામણા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

પ્રભુની પ્રતિષ્ઠા પ્રસંગે શાંતિનાથ જૈન સંઘનો ઉત્સાહ આસમાને આંબી રહ્યો છે. શોભાયાત્રા બાદ પ્રભુજીના પૂજણા કરવામાં આવ્યા હતા. પૂ. પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજયજી મહારાજે જણાવ્યું હતું કે પરમાત્માનાં મંદિરો પવિત્ર ઊર્જાના ભંડાર છે. પરમાત્મા અનંત શક્તિના માલિક છે. ભારત દેશની ધરતી સંતો-મહંતો અને ભગવંતો થકી ઉજળી છે. આથી જ આ દેશમાં મોટી સમસ્યાઓ ઉદ્દભવતી નથી. વિદેશની ધરતી ઉપર જે હિંસા, અત્યાચાર અને ત્રાસ છે તે આ દેશમાં નથી. એના મૂળમાં પરમાત્માની ઉપાસના છે. તા. 11 મે ના સવારે પરમાત્માની પ્રતિષ્ઠાનો અપૂર્વ પ્રસંગ ઉજવાશે.

ધર્મના ક્ષેત્રમાં પણ પ્રોસિજર જરૂરી છે

નવસારી તીધરા વાડી પાસે આવેલ શ્રી રત્નચિંતામણી પાર્શ્વનાથ જિનાલયમાં બિરાજમાન પૂ. પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજયજી મહારાજે ધર્મનું મૂળ શું ? એ વિષય ઉપર વિશિષ્ટ પ્રવચન કર્યું હતું. આ પાવન અવસરે 220 વર્ષીતપનાં તપસ્વીઓ તેમજ શ્રાધ્ધાળુઓ સમક્ષ જણાવ્યું હતું કે ધર્મ દુર્ગતિમાં જતા જીવોને પકડી રાખીને સદ્દગતિનું સેટીંગ કરાવી આપે છે. ધર્મ એક દિવસ કે એક કલાક કસ્વાથી જામી જતો નથી. દૂધમાં મેળવણ પડે પછી ચાર પાંચ કલાક બાદ દહીમાં રૂપાંતર થાય છે. સર્વ ક્ષેત્રે પ્રોસિજર જરૂરી છે. ધર્મના ક્ષેત્રમાં પણ પ્રોસિજર જરૂરી છે. . ધર્મ ફોર્માલિટીવાળો તે માત્ર ફિઝીકલી નહીં ચાલે. ધર્મ આદર, અહોભાવ અને એકાગ્રતા પૂર્વક કરવો જોઇએ..ધર્મનું ફળ શાંતિ અને સમાધિ છે.


  • Follow us on: