• પકડાયેલા ડ્રગ્સની કિંમત 1 હજાર કરોડ જેટલી હોવાનો અંદાજ
  • દરિયા કિનારે જથ્થો ઉતરે તે પહેલા જ મોટી સફળતા
  • ATS, NCB અને નેવીના સંયુક્ત ઓપરેશનમાં સફળતા

ગુજરાતના ઇતિહાસનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. જેમાં દરિયા કિનારે જથ્થો ઉતરે તે પહેલા જ મોટી સફળતા મળી છે. તેમાં 3100 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ATS, NCB અને નેવીના સંયુક્ત ઓપરેશનમાં સફળતા મળી છે. ઇરાની બોટમાં ડ્રગ્સ લાવવામાં આવી રહ્યું હતું.

ઇરાની બોટમાંથી 5 પાકિસ્તાની પેડલરો ઝડપાયા

[[$googlead]]

ઇરાની બોટમાંથી 5 પાકિસ્તાની પેડલરો ઝડપાયા છે. તેમજ 2950 કિલો ચરસ, 160 કિલો મેથામ્ફેમાઇનનો જથ્થો મળ્યો છે. તેમજ 25 કિલોગ્રામ મોર્ફિનનો જથ્થો ઝડપાયો છે. પોરબંદરના દરિયામાંથી અંદાજીત 3 ટન (3,100 KG) જેટલો ડ્રગ્સનો જથ્થો મળ્યો છે. ઈરાની બોટમાંથી 5 પેડલરોને મોડી રાત્રે પોરબંદર લાવવામાં આવ્યા છે. ભારતીય જળસીમામાં ATS, NCB, નેવીનું સંયુક્ત ઓપરેશન હતુ. ડ્રગ્સ કેસમાં પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે.

[[$alsoread]]

પકડાયેલા ડ્રગ્સની કિંમત 1 હજાર કરોડ જેટલી હોવાનો અંદાજ

પકડાયેલા ડ્રગ્સની કિંમત 1 હજાર કરોડ જેટલી હોવાનો અંદાજ છે. ડ્રગ્સ દરિયા કિનારે ઉતરે તે પહેલા એજન્સીઓને મોટી સફળતા મળી છે. ડ્રગ્સ દક્ષિણ ભારત તરફ લઇ જવામાં આવી રહ્યું હતું તેમ સૂત્રોએ જણાવ્યું છે. 

અમિત શાહે ટ્વીટ કરીને સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યાં

​​​​​​​કરોડો રુપિયાનું ડ્ર્ગ્સ જપ્ત થવા મામલે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રગ્સ ફ્રી ભારતના વિઝનને સફળ બનાવી આપણી એજન્સીઓએ વિદેશમાંથી ઘુસાડવામાં આવેલા ડ્રગ્સના મોટા જથ્થાને જપ્ત કર્યો છે. NCB, નેવી અને ગુજરાત પોલીસના સંયુક્ત ઓપરેશનમાં 3132 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. આટલા મોટાપાયે ડ્રગ્સ જપ્ત કરવાની ઘટના સરકારના ડ્રગ્સ ફ્રી ભારત અભિયાનની પ્રતિબદ્ધતાને દર્શાવી રહી છે. આ માટે હું NCB, નેવી અને ગુજરાત પોલીસને અભિનંદન પાઠવું છું.

  • Follow us on: