- નધણિયાતી હાલતમાં કોઈ દવાનો જથ્થો ફેંકી ગયું : જથ્થો ક્યાંનો તે તપાસનો વિષય
- શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી આ વિસ્તારના રહીશોમાં ઊઠી
- હાલમાં વરસાદી ઝાપટા પડી રહ્યા હોય તળાવનું પાણી દૂષિત થાય અને તળાવમાં હયાત
વલસાડ નજીકના નનકવાડા ગામના એક તળાવની પાળ પાસેથી એક્સ્પાયરી ડેટવાળી દવાઓનો વિપુલ જથ્થો નધણિયાતી હાલતમાં મળી આવતા, સ્થાનિક રહીશો ચોંકી ઊઠયા છે. દવાનો જથ્થો કોઈ સરકારી હોસ્પિટલનો છે કે ખાનગી હોસ્પિટલનો તે તપાસનો વિષય બન્યો છે.
વલસાડ નજીકના નનકવાડા ગામના દભાળિયા તળાવની પાળ પાસેથી એક્સ્પાયરી ડેટવાળી વિવિધ પ્રકારની દવા અને ગોળીઓનો વિપુલ જથ્થો મળી આવ્યો હતો. હાલમાં વરસાદી ઝાપટા પડી રહ્યા હોય તળાવનું પાણી દૂષિત થાય અને તળાવમાં હયાત જીવસૃષ્ટિ સામે પણ ગંભીર ખતરો ઊભો થયો છે.










