- ડમ્પરની અડફેટે માતા પુત્રીનું મોત
- હેબતપુર સમત્વ ચાર રસ્તા પાસે અકસ્માત
- ટ્રાફિક પોલીસે તપાસ હાથ ધરી
રાજ્યમાં બેફામ ગાડી ચલાવવાના કારણે અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે અમદાવાદમાં સોમવારે બેફામ રીતે ચાલતા ડમ્પરે વધુ એક અકસ્માત સર્જ્યો છે. શહેરના એસ.પી રીંગ રોડ પર હેબતપુર પાસે પુરપાટ ઝડપે આવતા ડમ્પરે એકટીવા સાથે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં એકટીવા ચાલક 40 વર્ષીય મહિલા માલવિકા ગોસ્વામી તેમજ તેમની 9 વર્ષની પુત્રી જાનવીનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું છે.
આ અંગેની માહિતી અનુસાર, આજે બપોરે હેબતપુર કટ પાસે એકટીવામાં માતા પુત્રી ભાડજ તરફ જઈ રહ્યા હતા. તે દરમ્યાન ત્યાંથી પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલા ટાટા મિક્ષ્ચર મશીન દ્વારા ટુવ્હિલરને ટક્કર મારી હતી. જે અકસ્માતમાં માતા પુત્રીની ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જોકે ઘટના બાદ મિક્ષચર ચાલક વાહન મૂકી ફરાર થઈ ગયો હતો.













