બોટાદ દ્વારા બોટાદ જિલ્લાના રોજગાર ઇચ્છુકોને રોજગારી પ્રાપ્ત થાય તે માટે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં RAM Spinning Mill Bhadravadi, RAS Bearings Ranpur અને KABALI Restaura Salangpur સહિતની જગ્યા માટે ૧૮થી ૩૫ વર્ષની વયમર્યાદા તેમજ ધોરણ-૧૦ પાસ/૧૨ પાસ/ ગ્રેજ્યુએટ સ્નાતકની લધુત્તમ શૈક્ષણિક લાયકાત ધરાવનાર ઉમેદવાર અનુબંધમ વેબપોર્ટલના ધ્યમથી આયોજિત ભરતીમેળા ભાગ લઈ શકશે.


નોકરી મેળવવા ઈચ્છતા લોકો ધ્યાન આપો
આ ભરતીમેળામાં ભાગ લેવા માટે રોજગાર ઇચ્છુકોએ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ ખાતે તા.૨૭/૧૨/૨૦૨૪ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ઉપસ્થિત થવાનું રહેશે. તેમજ રોજગાર ઇચ્છુકોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ ૫ર જોબસીકર તરીકે નોંધણી કરી જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પરથી નોંધણી કરવાની રહેશે.નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરીને, જોબફેર મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકાશે.

પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજનામાં મળતા લાભો
01-ભારતની અગ્રણી કંપનીઓમાં ૧૨ મહિના સુધી ઇન્ટર્નશીપ કરવાની અમૂલ્ય તક, ભારત સરકાર દ્વારા રૂ.૪૫૦૦ તથા કંપની દ્વારા રૂ.૫૦૦ માસિક સહાય, સરકારશ્રી દ્વારા એક વખત માટે રૂ.૬૦૦૦નું આકસ્મિક અનુદાન, સરકાર દ્વારા પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ દરેક ઇન્ટર્ન માટે વીમા કવચનો લાભ મળશે.
02-પી.એમ.ઇન્ટર્નશીપ યોજના અંતર્ગત ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે છેલ્લી તા.૧૦/૧૧/૨૦૨૪ સુધીમાં પોતાની જાતે અરજી કરી શકાશે અથવા જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર તથા આઈ.ટી.આઈ સુરેન્દ્રનગરનો રૂબરૂ સંપર્ક કરવો. અરજી કરવા માટેની વેબસાઈટ www.pminternship.mca.gov.in છે.

પી.એમ.ઇન્ટર્નશીપ યોજના અંતર્ગત અરજી કરવા માટેની રીત
પોર્ટલ પર પ્રોફાઈલ બનાવવી, ઇન્ટર્નશીપમાં અપ્લાય કરવું. અરજી સમયે આધાર નંબર સાથે લિંક ધરાવતો મોબાઈલ નંબર રાખવો. અરજી સમયે આધાર નંબર સાથે સીડ કરાવેલ બેંક એકાઉન્ટની વિગતો રાખવી. આધારકાર્ડ, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો જેવા જરૂરી ડોક્યુમેન્ટો સાથે રાખવા.
 
  • Follow us on: