- દિલ્હી દસ્તરખાન નામની હોટલમાં થતો હતો ગૌમાંસનો ઉપયોગ
- લાલગેટ પોલીસે રેસ્ટોરન્ટ માલિક અને ખાટકીની અટક કરી
- લાલગેટ પોલીસે માંસના સેમ્પલ એફએસએલમાં મોકલ્યા
સુરત શહેરના હોડીબંગ્લા ત્રણ રસ્તા પાસે આવેલી એક હોટલમાંથી ગૌમાંસ મળી આવતા પોલીસે હોટલ માલિક અને ખાટકી વિરૂદ્ધ ગુનો નોધી તપાસ હાથ ધરી છે. લાલગેટ પોલીસને બાતમી મળી હતી કે, હોડીબંગ્લા ત્રણ રસ્તા પાસે આવેલી દિલ્હી દસ્તરખાન નામની હોટલમાં ગૌમાંસનો ઉપયોગ કરવામાં આવી રહ્ના છે. આ હકીકતના આધારે પોલીસે રેસ્ટોરન્ટમાં રેડ કરી હતી. જ્યાંથી પોલીસને વાનગી બનાવવા માટે મોકલવામાં આવેલ ગૌમાંસનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે હોટલના માલિકïની પૂછપરછ કરતા તેણે પોતાની ઓળખ હોડીબંગ્લા, ગુલશન રીફાઇન એપાર્ટમેન્ટમાં રહેતા સરફરાઝ મોહંમદ વજીર ખાન તરીકે આપી હતી.
પોલીસે રૂ. 6 હજારની કિંમતનો 60 કિલો ગૌમાંસના જથ્થા અંગે પૂછપરછ કરતા અન્સાર નામનો ખાટકી આપી ગયો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે માંસના સેમ્પલ એફએસએલમાં મોકલ્યા બાદ તે ગૌમાંસ હોવાનું સામે આવતા પોલીસે હોટલ માલિક અને ખાટકી વિરૂદ્ધ ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.










