બનાસકાંઠાના ડીસામાં લાલચાલી વિસ્તારમાં રૂપિયા 80 લાખની લૂંટ થઈ છે.ટુ વ્હીલર પર વાહનચાલક જઈ રહ્યો હતો તે દરમિયાન અજાણ્યા શખ્સો ચાલતા આવ્યા રૂપિયા લઈને ફરાર થઈ ગયા છે,શખ્સોએ ફરિયાદીને ધારિયું અને રિવોલ્વર બતાવીને લૂંટ ચલાવી હતી,જેવું વાહન ઉભુ રાખ્યું અને આરોપીઓ રૂપિયા ભરેલો થેલો લઈને ફરાર થઈ ગયા હતા,પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથધરી છે.
પોલીસે ભોગ બનનારની ઉલટ તપાસ કરી શરૂ
પોલીસે ભોગ બનનારની ઉલટ તપાસ શરૂ કરી છે.પોલીસને ભોગ બનનારે જણાવ્યું હતુ કે આરોપીઓ ચાલતા આવ્યા અને લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા.ડીસા ઉત્તર પોલીસે સમગ્ર ઘટનાને લઈ તપાસ હાથધરી છે,હવાલાના રૂપિયા હતા અને તે રૂપિયા આપવા માટે આંગડિયા પેઢીનો કર્મચારી જઈ રહ્યો હતો તે દરમિયાન આ ઘટના બની હતી,પોલીસે આસપાસના સીસીટીવી અને રોડ પરના મુખ્ય સીસીટીવીની આધારે તપાસ કરી છે,પોલીસને શંકા એ પણ છે કે કોઈ લૂંટ કરવા આવે તો ચાલતા ના આવે એટલે ફરિયાદીની ઉલટ તપાસ શરૂ કરી છે.

6 સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠાની શ્રીરામ હોટલ પાસે થઈ હતી લૂંટ
બનાસકાંઠાના છાપીના ભરકાવાળાના પાટીયા પાસેનો રાજસ્થાન જતી બસમાં લૂંટનો બનાવ બન્યો હતો,લૂંટ કરનાર આરોપીઓ પહેલા બસમાં જાય છે અને ત્યારબાદ બસમાંથી સોના ભરેલો થેલો લઈને ફરાર થાય છે,જે સીસીટીવી સામે આવ્યા છે તેમાં પણ દેખાઈ રહ્યું છે કે,આરોપીઓ બસમાંથી નીચે ઉતરે છે અને ખભાના ભાગે થેલો લઈને પાલનપુર તરફ જાય છે.પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરીને નાકાબંધી પણ કરી હતી,એ વાત પણ નક્કી છે કે,જે આરોપીઓ લૂંટ કરવા આવ્યા હતા તે લોકોને ખબર હશે પહેલેથી કે આ બસમાં સોનુ લઈને કર્મચારી જઈ રહ્યો છે.
5 સપ્ટેમ્બર 2024ના રોજ પાલડીમાં આંગડિયા પેઢીના કર્મી સાથે લૂંટની ઘટના
આજે પાલડીમાં રામબાગ ક્રોસિંગ પાસે 15 લાખ રૂપિયાની લૂંટ થયાની ઘટના બની હતી.જેમાં આંગડિયા પેઢીનો કર્મી રૂપિયા લઈને સીજી રોડથી નિકળ્યા હતા અને વાહન સરખુ ચલાવતા નથી તેમ કહી ઝઘડો કરીને રૂપિયા 15 લાખની લૂંટ ચલાવવામાં આવી છે,પોલીસે આસપાસના સીસીટીવી લઈને તપાસ હાથધરી હતી.
10 જુલાઈ 2024ના રોજ એલિસબ્રિજ વિસ્તારમાં આંગડિયા પેઢીના કર્મી સાથે લૂંટની ઘટના
આંગડિયા પેઢી કર્મીની આંખમાં મરચાની ભૂકી નાખી 65 લાખની લૂંટ થઈ હતી,એલિસબ્રિજ નજીક જીમખાના પાસે આંગડિયા પેઢીના કર્મચારીની આંખમાં મરચાની ભૂકી નાખી 65 લાખ રૂપિયાની લૂંટની ઘટના સામે આવી હતી,જેમાં પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી હતી.આ ઘટનાની વાત કરવામાં આવે આંગડિયા પેઢીનો કર્મી રીક્ષામાં બેસીને રૂપિયા લઈને જઈ રહ્યો હતો તે દરમિયાન બે અજાણ્યા બાઈક સવારોએ રીક્ષાની અંદર બેઠેલા કર્મીને આંખમાં મરચાની ભૂકી નાખીને લૂંટ ચલાવી હતી અને એરગનથી ફાયરિંગ પણ કર્યુ હોવાનું સામે આવ્યુ હતુ.
12 ઓગસ્ટ 2024ના રોજ પાલડીમાં અનાજની દુકાનમાં લૂંટની ઘટના
પાલડી વિસ્તારમાં થયેલ લૂંટના ગુનાનો ભેદ ઉકેલવામાં ક્રાઇમબ્રાન્ચને સફળતા મળી હતી. જો કે પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે પ્રથમ બે વખત નિષ્ફળ ગયા બાદ પણ લૂંટારુઓ હાર માન્યા ન હતા. અને ત્રીજી વખત નવી ગેંગ બનાવી લૂંટનો પ્લાન બનાવ્યો.50 થી 60 લાખ રૂપિયા રોકડા મળશે તે ઈરાદાથી લૂંટને અંજામ આપનાર આરોપીઓ રૂપિયા 3 લાખ 10 હજાર અને એક્ટિવાની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. જોકે ક્રાઈમ બ્રાન્ચએ પાંચ લૂંટારુઓએ ઝડપી લીધા છે.પાલડી ભઠ્ઠા પાસે આવેલ જે એસ બી એન્ટરપ્રાઇઝ નામની પેઢીના ગોડાઉનમાં માલિક અને વેપારીને છરી બતાવી રૂપિયા 3.10 લાખ રોકડા અને એક્ટિવાની લૂંટનો બનાવ બન્યો હતો.
16 જુલાઈ 2024ના રોજ સોનાના વેપારીને પગમાં ગોળી મારી લૂંટની ઘટના
ગાંધી રોડ ઉપર આવેલી ફતાસાની પોળમાં સોની હિંમતલાલ શંકરલાલજી નામની સોનીની ચાંદીની દુકાનમાં 16 જુલાઈની પોણા ત્રણ વાગ્યાની આસપાસ દુકાન માલિકને પગના ભાગે ગોળી મારી લૂંટની ઘટના બની હતી. ઇજાગ્રસ્ત દુકાન માલિકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. લૂંટ કર્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો.લરી શોપનો માલિક તેની તરફ દરવાજા બાજુ જાય છે. દરમિયાન લૂંટ કરવા આવેલા શખસ તેના ખિસ્સામાંથી બંદૂક કાઢે છે અને જ્વેલર્સની સામે તાકે છે. જ્વેલર્સ તેની પાસેથી બંદૂક છિનવવા માટે પ્રયાસ કરે છે અને બંને વચ્ચે ઝપાઝપી થાય છે. લૂંટારું જ્વેલર્સને સોફામાં પાડી દે છે અને પગના ભાગે ગોળી મારે છે.









