સુરતમાં વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલવાને પલટી મારી છે,વાહનચાલકની બેદરકારીથી આ સ્કૂલ વાને પલટી મારી હોવાની વાત સામે આવી છે,સુરતના ડભોલી વિસ્તારમાં આ ઘટના બની હતી,વાત્સલ્ય સ્કૂલની આ વેન હતી અને અચાનક પલટી મારતા દોડધામ મચી હતી,ઘટનામાં કેટલાક બાળકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવારે હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.ઘટનાની જાણ થતા પોલીસ અને આરટીઓ વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતુ.


[[$googlead]]

વાત્સલ્ય સ્કૂલની સ્કૂલવાન પલટી

સુરતમાં વિધાર્થીઓ ભરેલી સ્કૂલ વાને પલટી મારતા દોડધામ મચી હતી.સ્કૂલવાને પલટી મારી અને વેન ઉંધી વળી ગઈ હતી જેમાં બાળકો સવાર હતા અને દોડધામ મચી હતી,આસપાસના સ્થાનિકો દ્રારા બાળકોને વેનમાંથી બહાર કાઢી તાત્કાલિક સારવાર હેઠળ મોકલવામાં આવ્યા છે.ડ્રાઈવરની બેદરકારીથી વાન પલટી છે કે નહી તે દિશામાં પોલીસે તપાસ હાથધરી છે.બાળકોના માતા-પિતા હોસ્પિટલ પહોંચ્યા છે,તો ડ્રાઈવર પણ ઘટના સ્થળે છે અને તેને પણ ઈજા પહોંચી છે.

[[$alsoread]]

પોલીસે હાથધરી તપાસ

સમગ્ર ઘટનામાં પોલીસે તપાસ હાથધરી છે,કોની બેદરકારીથી આ ઘટના બની તેને લઈ તપાસ કરવામાં આવી રહી છે,અચાનક વાન પલટી જવી એ મોટી ઘટના ગણી શકાય,જો કે મહત્વની વાત તો એ છે કે આટલી મોટી દુર્ઘટનામાં કોઈનો જીવ ગયો નથી પણ બાળકો ઈજાગ્રસ્ત થયા છે,ચાલુ વેન રોડ પર જઈ રહી હતી અને અચાનક બ્રેક મારતા પલટી મારી ગઈ છે,ત્યારે પોલીસ અને આરટીઓ વિભાગ આ કેસમાં નજર રાખીને તપાસ કરે તે જરૂરી બન્યું છે.

8 જુલાઈ 2024ના રોજ પણ સુરતમાં સ્કૂલવેન પલટી મારી ગઈ હતી

સુરતના કીમ ઓલપાડમાં સ્કૂલ વાને પલટી મારી હોવાની ઘટના સામે આવી હતી. અકસ્માતમાં વાનમાં સવાર 9 વિદ્યાર્થીઓ પૈકી 6 બાળકોને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત બાળકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, વહેલી સવારે શાળાએ જતાં સમયે ઇકો કારનાં ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ઘટના બની હતી. કાર પલટી જવાનાં CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા.

  • Follow us on: