સુરતમાં ઇદ જુલૂસના બંદોબસ્તમાં ગંભીર ચુક જોવા મળી છે. જેમાં ACP પઠાણના કમાન્ડોની લોડેડ પિસ્ટલ ચોરી થઇ છે. તેમાં ખોવાયેલી પિસ્ટલ શોધવા પોલીસ તંત્ર ધંધે લાગ્યું છે. રઘુકુળ માર્કેટ પીર અબ્દુલનબીની દરગાહ પાસેનો બનાવ છે. તેમાં સૂત્રોએ જણાવ્યું છે કે ચોર લોડેડ પિસ્તોલ ચોરી ગયો હતો.
પોલીસે આખો વિસ્તાર ખૂંદી કાઢ્યો હતો
ક્રાઈમ બ્રાન્ચે ચોર સાથે લોડેડ પિસ્તોલ શોધી કાઢી છે તેમ પણ સુત્રોએ જણાવ્યું છે . પોલીસે આખો વિસ્તાર ખૂંદી કાઢ્યો હતો. જેમાં એક ચોર લોડેડ પિસ્તોલ ચોરી ગયો હતો. તેમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે ચોર સાથે લોડેડ પિસ્તોલ શોધી કાઢી છે જેમાં પોલીસે રાહતનો શ્વાસ લીધો છે. તેમજ સુરતમાં ગણપતિ વિસર્જનમાં કોમી એકતા દેખાઇ છે. તેમાં તમામ ધર્મના લોકોએ ગણપતિ મૂર્તિઓનુ સ્વાગત કર્યુ છે. ચોક બજાર ચાર રસ્તા પર સ્વાગત કરવામાં આવ્યું છે. કોંગ્રેસ, ભાજપના નેતાઓ પણ એક સાથે દેખાયા છે. તમામ ધર્મના લોકોએ શાંતિની અપીલ કરી છે.









