- બાળકીને સાત હજારમાં મિત્રને વેચી પ્રેમી ફરાર
- ઉછીના લીધેલા રૂપિયા ન આપી શકતા દીકરીને વેચી
- દિપકે પોતાના મિત્ર જુનેદને રૂ.7 હજારમાં સોદો કર્યો
સુરતના ગોડાદરા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની છે. જેમાં પ્રેમિકાથી જન્મેલી બાળકીને સાત હજારમાં વેચી હતી. તેમાં બાળકીને સાત હજારમાં મિત્રને વેચી પ્રેમી ફરાર થયો છે. ઉછીના લીધેલા રૂપિયા ન આપી શકતા દીકરીને વેચી હતી. દિપકે પોતાના મિત્ર જુનેદને રૂ. 7 હજારમાં દીકરી વેચી હતી.
દિપક અને જુનેદ શેખ સામે દુષ્કર્મની ફરિયાદ
દિપક અને જુનેદ શેખ સામે દુષ્કર્મની ફરિયાદ કરવામાં આવી છે. દિપકે લગ્નનું સપનું બતાવી પરિણીતા સાથે સંબંધ બાંધ્યો હતો. પોલીસે આરોપી દીપક મનોજ ત્રિપાઠી અને જુનેદ શેખ વિરુદ્ધ બળાત્કારનો ગુનો દાખલ કર્યો છે. તેમાં દિપકે લગ્નનું સપનું બતાવી પરિણીતા સાથે સંબંધ બાંધ્યો હતો જેથી મહિલાએ દીકરીને જન્મ આપ્યો હતો. દીકરીનો જન્મ થતા દીપકને ગમ્યું ન હતું. જેમાં મિત્રો પાસેથી ઉછીના લીધેલા રૂપિયા આપી ન શકતા દીપકે દીકરીને વેચવાનું કહ્યું હતું.
દિપકે સહાનૂભૂતિ કેળવી તેણીનો વિશ્વાસ જીત્યો
7 હજારમાં દીકરી જુનેદને વેચાણ કરતા મહિલાએ ગોડાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. સુરતનાં લિંબાયતમાં રહેતી 28 વર્ષીય યુવતી મૂળ યુપીની વતની છે. તેને સંતાનમાં 6 મહિનાની દીકરી છે. વર્ષ 2020માં તેણીના લગ્ન સમાજના રીતિરિવાજ મુજબ જ્ઞાતિના જ યુવક સાથે થયા હતા. જોકે, લગ્નના થોડાં સમય બાદ પતિના લગ્નેત્તર સંબંધો બહાર આવતા તેણી ઝઘડો કરી પિયર રહેવા ચાલી ગઈ હતી. આ દરમિયાન વર્ષ 2021માં યુવતીનો પરિચય ફેસબુક મારફતે યુપી-પ્રયાગરાજના દિપક સાથે થયો હતો. યુવતીએ દિપકને પતિની કરતૂતો અંગે વાત કરી હતી. દિપકે સહાનૂભૂતિ કેળવી તેણીનો વિશ્વાસ જીત્યો હતો.
લગ્ન કરવાનો વિશ્વાસ આપી શરીર સંબંધ બાંધ્યો હતો
યુવક અને યુવતી એક વખત ઘરમાં એકલા હતા ત્યારે દિપકે ઘરમાં જઈ લગ્ન કરવાનો વિશ્વાસ આપી શરીર સંબંધ બાંધ્યો હતો. દિપક લલચાવી-ફોસલાવી યુવતીને ગત તારીખ 21 ઓગસ્ટ, 2022ના રોજ સુરત લઈ આવ્યો હતો. તેઓ બંને ગોડાદરા વિસ્તારમાં ભાડેથી રહેવા લાગ્યા હતા અને મજૂરી કામ કરવા લાગ્યા હતા. દિપક લગ્નના નામે વારંવાર શરીર સંબંધ બાંધતો હતો. યુવતી ગર્ભ રહી ગયો છતાં દિપક તેણીની કોઈ દરકાર લેતો ન હતો. યુવતીએ દીકરીને જન્મ આપ્યો હતો. ત્યારે દિપકે તેને કહ્યું કે, આ દીકરી મને પસંદ નથી, ગમતી નથી. આમ, દિપક ઝઘડા કરતો હતો. દિપકે પાંડેસરાની કંપનીમાં નોકરી કરતા અને ભેસ્તાનમાં રહેતા મિત્ર જુનેદ શેખને દીકરી વેચવાનો કારસો રચ્યો હતો.