અમદાવાદના દાણીલીમડામાં ફરી રફતારનો કહેર જોવા મળ્યો છે,જેમાં કાર ચાલકે ત્રણથી ચાર લોકોને અડફેટે લીધા છે,અકસ્માત થતાની સાથે જ રોડ પર દોડધામ મચી છે,તો કારે રોડ પરના મંદિરને પણ ટક્કર મારી હતી,ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કાર ચાલકની અટકાયત કરી હતી.


[[$googlead]]

અમદાવાદમાં રફતારના રાક્ષસનો કહેર યથાવત

અમદાવાદમાં વારંવાર નબીરાઓ અકસ્માત સર્જતા હોય છે અને આવી જ એક ઘટના મોડી રાત્રે બની હતી જેમાં ફુલ સ્પીડે કાર ચાલકે દાણીલીમડા સર્કલ પાસે ત્રણથી ચાર લોકોને અડફેટે લીધા હતા અને રોડ પરને ફૂટપાથ પણ ઉડાવી દીધો હતો,સ્થાનિકોનું કહેવું છે કે,કાર એટલી સ્પીડમાં હતી કે રોડ પર વધુ લોકો અડફેટે આવી જાત,પોલીસે કાર ચાલકે નશો કર્યો છે કે નહી તે દિશામાં પણ તપાસ હાથધરી છે.તો ઈજાગ્રસ્ત લોકોને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડયા છે.

[[$alsoread]]

અમદાવાદમાં 2 એપ્રિલે પણ ડ્રાઈવરે નશાની હાલતમાં સર્જયો અકસ્માત

નશો કરી અકસ્માત કરનાર બસ ચાલક આનંદ નિકેતની સ્કૂલ બસનો ડ્રાઈવર હતો. બસના ડ્રાઈવર નાલંદા સ્કૂલના 35 વિદ્યાર્થીઓને શાળામાં ઉતાર્યા બાદ પરત ફરતો હતો ત્યારે આ અકસ્માતની ઘટના બની હોવાના સમાચાર સામે આવ્યા હતા. અકસ્માત સર્જાતા ઘટના સ્થળ પર લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી. ભીડ ધરાવતા વિસ્તારમાં બેફામ બસ ચલાવી અકસ્માત કરનાર ડ્રાઈવરને લોકોએ ઝડપી પાડ્યો. બસચાલક નશામાં હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. જાગૃત નાગરિકે પોલીસને ઘટનાની જાણ કરી. પોલીસ બનાવ સ્થળ પર આવી નશા ખોર ડ્રાઈવરની અટકાયત કરી હતી.

  • Follow us on: