- માતાનો બે પુત્રીઓ સાથે ગળે ફાંસો ખાઈ આપઘાત
- 11 મહિના પહેલા પુત્રએ પણ કર્યો હતો આપઘાત
- પુત્રના આપઘાતના દુ:ખમાં સામૂહિક આપઘાતનું પ્રાથમિક તારણ
મોરબીના વાંકાનેરમાં સામૂહિક આપઘાત કરવામાં આવતા ચકચાર મચી છે. જેમાં માતાએ બે પુત્રીઓ સાથે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. ત્યારે ભાટિયા સોસાયટીમાં પરિવારનો સામૂહિક આપઘાત થતા વિસ્તારમાં વિવિધ ચર્ચા શરૂ થઇ છે.
11 મહિના પહેલા પુત્રએ પણ આપઘાત કર્યો હતો
11 મહિના પહેલા પુત્રએ પણ આપઘાત કર્યો હતો. પુત્રના આપઘાતના દુ:ખમાં સામૂહિક આપઘાતનું પ્રાથમિક તારણ સામે આવ્યુ છે. જેમાં વાંકાનેર શહેર પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. મોરબીના વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં પરિવારે સામૂહિક આપઘાત કરતા પોલીસ પણ અચરજમાં છે. માતાએ બે યુવાન પુત્રીઓ સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. માતા મંજુલાબેન ખંડેખા અને દીકરીઓ સેજલ ખાંડેખા, અંજુ ખંડેખાનો વહેલી સવારે મૃતદેહ સામે આવ્યો છે.
પુત્રએ આપઘાત કરી લીધાના દુઃખમાં પરિવારે આપઘાત કર્યાનું પ્રાથમિક તારણ
11 માસ પહેલા પુત્રએ આપઘાત કરી લીધાના દુઃખમાં પરિવારે આપઘાત કર્યાનું પ્રાથમિક તારણ છે. વાંકાનેર શહેર પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં નવ મહિના પૂર્વે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા પુત્રએ નાપાસ થવાની આશંકાએ આપઘાત કર્યા બાદ ગુમસુમ રહેતી માતા અને પુત્રીઓએ અંતિમ પગલું ભર્યું હોવાનું હાલ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. હાલ માતા અને પુત્રી સહિત ત્રણેયના મૃતદેહને પીએમ અર્થે માટે ખસેડવામાં આવ્યા છે. મૃતકના સગા વહાલા વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે. જે બનાવની જાણ થતા પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.