- સુરતમાં હડકવાના લક્ષણો ધરાવતા શ્વાને લીધો જીવ
- ચાર મહિના પહેલાં શ્વાન વૃદ્ધને કરડ્યો હતો
- દર્દીમાં બે દિવસથી હડકવાના લક્ષણો દેખાયા હતા
સુરતમાં રખડતા શ્વાને વધુ એકનો જીવ લીધો હતો. મળતી જાણકારી અનુસાર, સુરતમાં હડકવાના લક્ષણો સાથે સારવાર માટે ખસેડાયેલા વૃદ્ધનું મોત થયું છે. નોંધનીય છેકે ચાર મહિના પહેલા શ્વાને વૃદ્ધ પર હુમલો કર્યો હતો, પરંતુ વૃદ્ધે રસી લીધી નહોતી જેના કારણે બે દિવસથી મૃતક વૃદ્ધમાં હડકવાના લક્ષણો દેખાયા હતા.
આ પછી દર્દીને નવી સિવિલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત થયું હતું. મળતી માહિતી અનુસાર, સાગબારાના ભોર આમલી ગામના રહેવાસી 62 વર્ષીય જ્ઞાનસીંગ વસાવા ને સોમવારે સવારે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા, જ્યારે તેમની હાલત ગંભીર હતી અને તેમનામાં હડકવાના લક્ષણો દેખાઇ રહ્યા હતા. જે પછી તેમની સારવાર કરવામાં આવી ત્યારે તેમનું મોત થયું છે.
ડૉક્ટરોએ જાણો શું કહ્યું ?
આ અંગે સિવિલના ડૉક્ટરોએ જણાવ્યું કે, દર્દીને ચાર મહિના પહેલાં શ્વાન કરડી ગયું હતું. તેમ છતાં તેમને હડકવાની રસી લીધી નહોતી. તેમજ દર્દીમાં બે દિવસથી હડકવાના લક્ષણો દેખાયા હતા. જે પછી તેઓને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે તેમને સિવિલમાં ખસેડવામાં આવ્યા ત્યારે તેમની હાલત ગંભીર હતી. જેમને પાણી અને લાઈટના પ્રકાશથી પણ ડર લાગવા લાગ્યો એટલી હદના હડકવાના લક્ષણો જોવા મળી રહ્યા હતા. જેની સ્થિતિમાં હડકવાની સારવાર શક્ય નથી. જેથી તેમનું આખરે મોત થયું છે.
છેલ્લા બે વર્ષમાં સ્થિતિ ઘણી ખરાબ
અત્રે નોંધનીય છે કે, સુરત શહેરમાં વિવિધ વિસ્તારોમાં રખડતા કૂતરાઓનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે. જોકે ગત વર્ષ 2022માં શહેરમાં વિવિધ વિસ્તારોમાં કૂતરાએ બચકા ભર્યા બાદ 1653 વ્યક્તિઓ સારવાર માટે નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં આવ્યા હતા. જયારે જેટલા ભાગે બચકા ભરવાથી ઘા પડતા હોય એટલા ભાગે ઘાને અનુલક્ષીને નવી સિવિલમાં હડકવા વિરોધી રસી આપવામાં આવી રહી છે.









