• અધિક માસમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ જામે છે

  • કપિલમુનિએ તપ કર્યું હતું તરણેશ્વરનું અપભ્રંશ થઈ તવરા નામ પડયું
  • દર્શન કર્યા બાદ લોકો ચિંતામાંથી મુક્ત થતા ચિંતનાથ મહાદેવના નામે ઓળખાય

નર્મદા નદીના કિનારે કંકર એટલા શંકર કહેવાય છે નર્મદા તટ પરના ગામેગામ પ્રસિદ્ધ શિવમંદિરો છે. તો અનેક સ્થનો પર ઋષિઓએ તપ કર્યા હોવા ન ઉલ્લેખ પણ ધાર્મિક ગ્રંથોમાં મળે છે. નર્મદા પૂરાણમાં તરણેશ્વર અને આજે તવરા નામે ઓળખાતા ગામની ભૂમિ પર પ્રાચીન કાળમાં કપિલમુનિએ તપ કર્યું હોવાનું કહેવાય છે. શાસ્ત્ર્રોમાં કપિલમુનિને શિવ સ્વરૂપ દર્શવવા આવ્યા છે

 એક વાયકા મુજબ કપિલ ઋષિ નર્મદા નદીના ભરૂચ સ્થિત દશાશ્વમેઘ ઘાટ પર આવ્યા હતા. જ્યાં તેઓ બલિરાજાને ત્યાં રોકાયા હતા. ત્યારબાદ તેઓ તવરા ગામે ગયા હતા જ્યાં તેમને તપ કર્યું હતું. અહીં તેમને કપિલેશ્વર મહાદેવની સ્થાપના કરી સપ્ત શિવલિંગ ની સ્થાપન કર્યું હતું જેમાં શ્રી કપિલેશ્વર મહાદેવ, શ્રી કોટેશ્વર મહાદેવ, શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ, શ્રી વિઘ્નેશ્વર મહાદેવ, શ્રી મહાકાલેશ્વર મહાદેવ, શ્રી ગુપ્તેશ્વર મહાદેવ અને શ્રી નર્મદેશ્વર મહાદેવનો સમાવેશ થાય છે. ચૈત્ર સુદ ચૌદસના દિવસે નર્મદા નદીમાં સ્નાન કરી દીવડાનું દાન કરી દર્શન કરવાથી અખંડ ચક્ષુ પ્રાપ્ત થવા સાથે મોક્ષ મળતો હોવાની વાયકા છે. અહીં દર્શન કર્યા બાદ લોકો ચિંતામાંથી મુક્ત થતા ચિંતનાથ મહાદેવના નામે ઓળખાય છે. રેવા પુરાણમાં દર્શાવ્યા મુજબ બાણાસુર રાક્ષસે પણ અહીં તપ કર્યું હતું. બાણાસુરે અહીં કોટેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી. જોકે હવે આ મંદિર કડોદ ગામની સીમમાં આવેલું છે. મોગલ શાસન દરમિયાન ઔરંગઝેબે ચઢાઇ કરી હતી. ઔરંગઝેબના સૈન્યે મંદિરના શિવલિંગને ખંડિત કરવાનો પ્રયાસ કરતાં તેમાંથી દૂધની ધારાઓ વછૂટી હતી અને ઔરંગઝેબનું સૈન્ય શિવલિંગ ખંડિત કરવામાં નિષ્ફ્ળ રહ્યું હતું. પછી તેવો સૈન્ય લઈને અંગારેશ્વર ગામે ગયા હતા. આ તવરા ગામના ચિંત નાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસ અને મહાશિવરાત્રીના દિવસે હજારોની સંખ્યામાં શિવભક્તો ઉમટી પડે છે.


  • Follow us on: