સુરતના કોસંબા નજીક કોસંબા નજીક 3 ટ્રેલર અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે,જેમાં ચાર વાહનો પાછળથી એકબીજા સાથે અથડાયા હતા અને અકસ્માત થયો છે આ અકસ્માતમાં એક વ્યકિતનો હાથ પણ કપાઈ ગયો છે,જયારે અન્ય લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.


[[$googlead]]

અકસ્માતમાં એક વ્યક્તિનો હાથ કપાયો

સુરતના કોસંબા હાઈવે પર વહેલી સવારે અકસ્માતની ઘટના બની હતી જેમાં વાહનો એક સાથે અથડાતા મુસાફરો ગભરાઈ ગયા હતા,તો અકસ્માતની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથધરી હતી,અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો,નેશનલ હાઇવે 48 નજીક આ ઘટના બની હોવાની વાત સામે આવી છે.ઈજાગ્રસ્તોને હાથના અને પીઠના ભાગે ઈજા પહોંચી છે જેથી તેમને સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે.

[[$alsoread]]

એક સાથે ચાર તોતિંગ વાહનો વચ્ચે સર્જાયો અકસ્માત

ત્રણ સિમેન્ટ ભરેલા ટ્રેલર અને એક મુસાફર ભરેલી લકઝરી બસ એક બીજા પાછળ અથડાઈ હતી જેમાં લકઝરી બસ અને ટ્રેલરને પણ ભારે નુકસાન પહોંચ્યું છે,આસપાસના સ્થાનિકો મદદ માટે આવી પહોંચ્યા હતા અને પોલીસે બસના ડ્રાઈવર અને ટ્રેલરના ડ્રાઈવરનું નિવેદન પણ લીધું છે,કોની બેદરકારીના કારણે આ અકસ્માત સર્જાયો તેની પોલીસ તપાસ કરી છે,પોલીસે આસપાસના સીસીટીવી પણ મદદ માટે લીધા છે.જિલ્લા ટ્રાફિક અને કોસંબા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને વાહનો સાઈડ પર કરી ટ્રાફિક ખુલ્લો કરવામાં લાગી છે.

  • Follow us on: