- અત્યાર સુધીમાં NIDમાં કોરોનાના કુલ 58 કેસ નોંધાયા
- નેશનલ ડિઝાઈન ઓફ ઈન્સ્ટિટયૂટ (NID)માં કોવિડ-19ના વધુ 13 કેસ નોંધાયા
- NID કેમ્પસમાં કોરોનાના કુલ 45 કેસ જોવા મળ્યા છે
પાલડી સ્થિત નેશનલ ડિઝાઈન ઓફ ઈન્સ્ટિટયૂટ (NID)માં કોવિડ-19ના વધુ 13 કેસ નોંધાયા છે અને અત્યાર સુધીમાં NIDમાં કોરોનાના કુલ 58 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં NIDમાં 594 વ્યક્તિના બ્લડ ટેસ્ટ કરાયા છે. NID કેમ્પસને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન હેઠળ મૂકીને એક તબીબી ટીમ તૈનાત કરી છે. NID કેમ્પસમાં તમામ વ્યક્તિના બ્લડ ટેસ્ટ કરાયા છે અને આગામી દિવસોમાં કોરોનાથી સંક્રમિત થયેલા વ્યક્તિની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે. જોકે, કોરોનાની અસર પામેલા તમામ લોકો પૈકી કોઈની ગંભીર હાલત ન હોવાનું જાણવા મળે છે. NID કેમ્પસમાં કોરોનાના કુલ 45 કેસ જોવા મળ્યા છે અને સમગ્ર NID કેમ્પસને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યું છે.










