- અમદાવાદમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે
- SRPની 4 કંપનીઓ અને RAFની 1 કંપની તૈનાત રહેશે
- 4 હજાર હોમગાર્ડના જવાનો તૈનાત રહેશે
આવતીકાલે ઉત્તરાયણ પરવા નિમિત્તે અમદાવાદ શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે આવતીકાલે અમદાવાદમાં સ્ટેટ રીઝર્વ પોલીસ ફોર્સની 4 કંપનીઓ સહીત કુલ 6 હજાર પોલીસ કર્મીઓ શહેરના અલગ અલગ વિસ્તારોમાં તૈનાત રહેશે.
મળતી માહિતી મુજબ ઉત્તરાયણ પર્વને લઇ 14 અને 15 જાન્યુઆરીએ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અમદાવાદમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે. જે માટે SRPની 4 કંપનીઓ અને RAFની 1 કંપનીઓ સહીત કુલ 6 હજાર પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે. આ ઉપરાંત 4 હજાર જેટલા હોમગાર્ડના જવાનો પણ તૈનાત રહેશે.










