• બેન્કોમાં બનાવટી ચિલ્ડ્રન બેંન્કની ચલણી નોટો જમા થઇ

  • જુદી-જુદી બેન્કોમાં 1,523 નકલી-ફાટેલી નોટો જપ્ત
  • નકલી નોટોની તપાસ એસઓજીને સોંપવામાં આવી

શહેરના જુદી-જુદી બેન્કોમાં બનાવટી ચિલ્ડ્રન બેંન્કની ચલણી નોટો જમા થઇ હતી. જે નોટો સીલબંધ કવરમાં મૂકવામાં આવી છે, જેમાં નકલી નોટોની તપાસ એસઓજીને સોંપવામાં આવી હતી. ત્યારે તપાસ કરતા જુદી-જુદી બેન્કોમાં અને અલગ-અલગ દરની કુલ 1,523 નકલી નોટો ઝડપાઇ હતી. જેની કિંમત રૂ. 6.70 લાખ રૂપિયા થાય છે.

શહેરમાં કુલ 14 બેન્કોમાં નકલી અને ફાટેલી નોટો જમા થઇ હતી. તે તમામ નકલી નોટો સીલબંધ કવરમાં રાખવામાં આવી હતી. જેમાં રૂ. 2 હજારની દરની 88, રૂ. 500ના દરની 827, રૂ. 200ના દરની 216 એમ જુદા-જુદા દરની કુલ 1,523 નકલી તેમજ ફટેલી નોટો અભ્યુદય, સારસ્વત, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, યશ, કાલુપુર જેવી 14 બેન્કોમાં જમા કરવામાં આવી હતી. પોલીસે તપાસ કરતા અજાણ્યા શખ્સે અર્થતંત્રને નુકસાન કરવાના હેતુથી નકલી નોટો બનાવી બજારમાં વહેતી કરીને નફો કમાઈ લીધો હતો. આ અંગે પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધીને આ નોટો આપનાર કોણ છે તેની પણ તપાસ શરૂ કરી છે.


  • Follow us on: