- પ્રાચીનકાળથી આદિવાસી લોકો પૂર્વજોની યાદમાં શ્રાદ્ધવિધિ તેમજ અસ્થિ વિસર્જનની ક્રિયાઓ કરે છે
- પૂર્વજોની શ્રાદ્ધવિધિ તેમજ અસ્થિ વિસર્જનની અંતિમ ક્રિયાઓ
- અરવલ્લી ગિરીકંદરામાં વસતા વનબાંધવો આ મેળામાં સહપરિવાર ઉમટી પડે છે
પોશીના તાલુકામાં આવેલા ગુણભાંખરી ગામના ત્રિવેણી સંગમ સ્થળે આદિજાતિ બાંધવોનો માનીતો ભાતીગળ મેળો એટલે ચિત્ર-વિચિત્ર મેળો છે. આ મેળો હોળીના તહેવાર પછી 15માં દિવસે ઉજવાય છે. 2 દિવસીય ચાલનારા મેળામાં અંબાજી, દાંતા, પોશીના, રાજસ્થાન અને મધ્યપ્રદેશ, બનાસકાંઠા, દાહોદ, પંચમહાલ સહિતના લોકો તથા અરવલ્લી ગિરીકંદરામાં વસતા વનબાંધવો આ મેળામાં સહપરિવાર ઉમટી પડે છે. પૂર્વજોની શ્રાદ્ધવિધિ તેમજ અસ્થિ વિસર્જનની અંતિમ ક્રિયાઓ આ મેળામાં આનંદ ઉલ્લાસ સાથે સવારે શોકમગ્ન બની વિધી કરે છે. જેના ભાગરૂપે બુધવારે વહેલી સવારે શાંતિપૂર્વક રીતે ભાતીગળ લોકમેળો સંપન્ન થયો હતો. મહાભારત કાલીન પ્રાચીન સ્થળ એવા ગુણભાંખરી ગામે આદિજાતિ લોકોનો ભાતીગળ મેળો યોજાયો હતો. એક દંતકથા મુજબ આકુળ-વ્યાકુળ અને સાબરમતી નદીના ત્રિવેણી સંગમે પૈતૃકના અસ્થિ વિસર્જન કરી સ્વજનોની યાદમાં હૈયાફાટ રૂદનથી આક્રંદ કરી પૂર્વજોને શ્રાદ્ધાજંલિ અર્પી હતી. સોમવારથી યોજાયેલ ગુણભાંખરીના આ ભાતીગળ મેળામાં યુવાનો અને યુવતીઓ મેળામાં મોજમાણી મનનો માણીગરને શોધીને પ્રભુતા પગલા માંડે છે. મેળામાં આવેલ રાજસ્થાનના બિંદુ મીણા કહે છે કે, ચિત્ર વિચિત્ર મેળો અમારા માટે પવિત્ર મેળો છે. બાપ દાદાના સમયથી અમે અમારા સ્વજનોની અસ્થિ આ નદીના ત્રિવેણી સંગમમાં પધરાવીને પવિત્ર કરીએ છીએ. પોશીના રામ કુકડી ગામના મરજુભાઇનું કહેવું છે કે, આ મેળામાં મૃત સ્વજનોને યાદ કરવાની સાથે યુવક યુવતીઓ પોતાના જીવનસાથીને આ મેળામાં પસંદ કરી પોતાના સાંસારિક જીવનની શરૂઆત કરે છે. ઉલ્લેખનીય છે કે, 21 મી સદીમાં અનેક સમાજો પોતાના દિકરા, દિકરીઓના જીવનસાથી પસંદ કરવા માટે ભક્કાબધ્ધ જીવનસાથી સંમેલન અને પરીચય મેળાનું આયોજન કરે છે તેમાં કેટલેક અંશે સફળતા પણ મળતી હોવાના આયોજકોના દાવા છે.
કોરોનાના ખોફને લીધે મેળાની ઉજવણી ફિક્કી રહી










