- સથરા ગામેથી લોકો માનતા કરવા જતા હતા
- શોર્ટ લાગતા ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે ખસેડાયા
- જીવાતો ઈલેક્ટ્રીક વાયર અડી જતાં બન્યો બનાવ
ભાવનગરના મહુવા તાલુકાના વાધનગર ગામે મોટી દુર્ઘટના બનતા અટકી છે,મુસાફરો ભરેલી લોડીંગ આઈસરને ઈલેક્ટ્રીક વાયર અડી જતાં મુસાફરને ઈલેક્ટ્રીક શોક લાગ્યો હતો જેમાં એક મુસાફરને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.આઈસર ગાડીમાં મુસાફરો તેમની બાધા પૂરી કરવા માટે જઈ રહ્યાં હતા તે સમયે આ બનાવ બન્યો હતો.
ખંભાતમાં વીજ કરંટથી એક મહિલાનું મોત
ખંભાત તાલુકાના કલમસર ગામના પંડોળીયાપુરામાં રહેતાં 40 વર્ષીય જશોદાબેન અરવિંદભાઈ ગોહેલ સ્નાન કરીને ઘરમાં આવ્યાં હતાં. બાદમાં તેઓ પંખો ચાલું કરવા માટે વાયર નાંખતા હતાં. તે સમયે વીજ કરંટ લાગ્યો હતો. આ ઘટનાને લઈને આજુબાજુના લોકો તથા પરિવારજનો દોડી આવ્યાં હતાં અને જશોદાબેનને હોસ્પિટલમાં ખસેડયા હતા જ્યાં હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતાં.

દાહોદમાં વીજ કરંટથી એક નું મોત
ફતેપુરા તાલુકાના નવા ગામથી જાન લઈને રાજસ્થાન ગયેલા જાનૈયાઓ આનંદપુરી હાઈવે પરથી પસાર થઈ રહ્યાં હતા. આ દરમિયાન જાનમાં રહેલ DJ ઉપરથી પસાર થઈ રહેલ 11 KVની વીજ લાઈનના સંપર્કમાં આવતા કરંટ ઉતર્યો હતો. જેથી DJમાં સવાર દક્ષાબેન ગૌરવભાઈ મહીડા(30), ગૌરવભાઈ લાલસીંગભાઇ મહિડા (32), સામલીબેન માનસિંગભાઈ (50), લક્ષ્મીબેન કાળુરામ (35), ગણપતભાઈ લાલસિંહભાઈ (28), આશાબેન રમેશભાઈ (32), કૈલાશબેન પ્રવિણભાઈ (25)ને કરંટ લાગ્યો હતો. જે પૈકી દક્ષાબેન મહિડાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને આનંદપુરી સરકારી દવાખાનામાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
28 મે 2024ના રોજ વીજ કરંટથી એકનું મોત
ઓલપાડ તાલુકાના માસમાં ગામે જૂના હળપતિ વાસમાં રહેતો શ્રમજીવી પરિવારનો 17 વર્ષીય સગીરનું કરંટ લાગતા કરુણ મૃત્યુ નીપજ્યું છે. આ સગીર માસમાં ગામની સીમમાં આવેલ શ્રી વીર મિલ્ક પ્રોડક્ટ કંપનીમાં કામ કરતો હતો. તે નિત્યક્રમ મુજબ લોખંડના ટેબલ પર બેસીને ઘી પેકિંગ કરી રહ્યો હતો. આ સમયે વજન કાંટાનો વાયર લોખંડના ટેબલને અડી જતાં સગીરને વીજ કરંટ લાગ્યો હતો. તે સ્થળ પર બેભાન થઈ ગયો હતો. હાજર લોકોએ સત્વરે બેભાન સગીરને હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં ફરજ પર હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.