• અકસ્માતમાં કોઈ જાનહાની નહી
  • ઝાયડ્સ બ્રિજ પર ટ્રકનો થયો અકસ્માત
  • અકસ્માત થતા રોડ પર ટ્રાફિકજામ

અમદાવાદમાં ઝાયડ્સ બ્રિજ પર અકસ્માત થયો છે. જેમાં ઓવરસ્પીડમાં આવતો ટ્રક પલટ્યો હતો. તેમજ અકસ્માતમાં કોઈ જાનહાની થઇ નથી. જેમાં અમદાવાદમાં વધુ એક અકસ્માત થયો છે. જેમાં ઝાયડ્સ બ્રિજ પર ટ્રકનો અકસ્માત થતા રોડ પર ટ્રાફિકજામ થયો હતો.


[[$googlead]]

[[$alsoread]]

ઓવરસ્પીડના કારણે ટ્રક પલટી ગઇ હતી

ઓવરસ્પીડના કારણે ટ્રક પલટી ગઇ હતી. અકસ્માતમાં જાનહાની ટળી છે. ટ્રક પલટી ખાતા ઝાયડ્સ બ્રિજથી ઝાયડ્સ ચાર રસ્તા તરફ નીચે ઉતરતો રોડ બંધ કરાયો છે. એસજી હાઈવે પર મોટાભાગે રાતના સમયે ઘણાં નબીરાઓ પણ કાર લઈ હોટલો અને કાફેની મજા માણવા નીકળે છે. માલેતુજાર માતાપિતા અને મોંઘી ગાડીઓ હોવાથી તે કોઈના કહ્યામાં હોતા નથી અને ફાસ્ટ સ્પીડથી કાર ચલાવી અકસ્માતને નોતરતા હોય છે. મહત્વનું છે કે એસજી હાઈવે પર આ પહેલા પણ અનેક અકસ્માતોની ઘટના નોંધાઈ ચૂકી છે. તેમજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરકારને, મનપા તંત્ર અને પોલીસને આ મામલે કોઈ સ્થાયી હલ શોધવા ટકોર પણ કરવામાં આવેલ છે.


કંટ્રોલ ગુમાવવાના કારણે અનેક ગમખ્વાર અકસ્માતો સર્જાતા હોય છે

તાજેતરની જાણકારી અનુસાર સરખેજ ગાંધીનગર હાઈ વે પર આવેલા ઝાયડસ બ્રિજ પર એક સ્વિફ્ટ કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. ત્યાર બાદ કાર જોરદાર રીતે પલટી મારી ગઈ હતી. અકસ્માતની જાણકારી મળતા બ્રિજ પર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. અમદાવાદના પશ્ચિમ છેડા અને ગાંધીનગરને જોડતા વિસ્તારમાં અનેક ઓવરબ્રિજો બનાવવામાં આવ્યા છે. જેનાથી ગાંધીનગર અને અમદાવાદ વચ્ચેની કનેક્ટિવિટીમાં ખાસ્સો વધારો થયો છે. ખુલ્લા અને પહોળા રોડના લીધે ઘણી વાર વાહનચાલકો ઓવરસ્પિડીંગ કરીને કાર અને મોટા વાહનો ચલાવતા હોય છે. આ પરિસ્થિતિમાં ઘણી વાર પાછળથી આવતા વાહન ઓવરટેક કરવાની રીતે અથવા ઘણી વાર કંટ્રોલ ગુમાવવાના કારણે અનેક ગમખ્વાર અકસ્માતો સર્જાતા હોય છે. 

  • Follow us on: