• 14 વર્ષની બાળકીથી 67 વર્ષના મહિલાએ શ્રીજીના સ્વરૂપનું ચિત્ર પ્રદર્શન કર્યું

  • હેમીક આર્ટ સ્ટુડિયોના હેમાલી શાહના માર્ગદર્શનથી 13 બિન-કલાકારો કલાકાર બન્યા
  • એક્ઝિબિશનમાં પીપળાના પાન પર અષ્ટ વિનાયક બન્યા આકર્ષણનું કેન્દ્ર

ગણેશોત્સવ નિમિત્તે હેમીક આર્ટ સ્ટુડીઓના હેમાલી શાહના માર્ગદર્શનથી 13 મહિલાઓએ શ્રી ગણેશજીના જુદા જુદા અદ્દભુત સ્વરૂપ દર્શાવતા ચિત્ર પ્રદર્શનનું આકૃતિ આર્ટ ગેલેરી ખાતે બે દિવસીય પ્રદર્શન યોજાયું હતું. જેમાં 14 વર્ષની બાળકીથી 67 વર્ષના મહિલાઓએ ભાગ લીધો હતો.


[[$googlead]]

એક્ઝિબિશન વિશે માહિતી આપતા આર્ટિસ્ટ હેમાલી શાહે જણાવ્યું હતું કે, પ્રદર્શનમાં દરેક પેઇન્ટિંગને 2 ફૂટ બાય 3 ફૂટના કેનવાસ પર ઓઇલ કલરના ઉપયોગમાથી બનાવવામાં આવ્યા હતા. પ્રદર્શનમાં મોનોક્રોમ, પ્રાચીન રંગો, ટેક્સચર, પથ્થર, લાકડું અને મેટલ જેવી ઇફેક્ટ આપીને પેઇન્ટિંગ બનાવાયા હતા.

[[$alsoread]]


આ સાથે પીપળાના પાન પર અષ્ટ વિનાયકને પણ દર્શાવવામાં આવ્યા હતા. પ્રદર્શનમાં વિદ્યાર્થી, હોમમેકર, આર્કિટેક્ટ, એન્જિનિયર અને ડૉક્ટર જેવા બિન-કલાકાર ફિલ્ડની બાળકીઓ અને મહિલાઓને તેઓના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર લાવીને 2 મહિનાની અંદર 50 કલાકમાં પેઇન્ટિંગ તૈયાર કરવા માટે માર્ગદર્શન અપાયું હતું. એક્ઝિબિશનમાં ભાગ લેવા માટે ઓસ્ટ્રેલિયાથી ત્વિશા પટેલે ઓનલાઇન માર્ગદર્શન મેળવીને શ્રીજીનું પેઇન્ટિંગ બનાવ્યું હતું.


એક્ઝિબિશનમાં ભાગ લેનારા કલાકારોની યાદી

હેમાલી શાહ, દિપીકા શાહ, જાનવી શાહ, લેવીશ ડાલ્સન, માહી દેસાઈ, મેઘા ગોહિલ, નેહલ સંઘાણી, નેહલ ઉપાસણી, નિરવા મલિક, પૂનમ સિકરવાર, રૂપલ શાહ, શર્મિન હરપડે, સોના સોરઠીયા અને ત્વિશા પટેલ.


  • Follow us on: