દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે આવળ માતાજીના સાનિધ્યમાં ચૈત્ર માસમાં એક અનોખુ સેવા કાર્ય હાથ ધરાયુ છે,જેમાં જમીનની અંદર રહેતા જીવજંતુ માટે 51,000 શ્રીફળમાં કીડીઓ માટે કીડીયારું બનાવવાનો અનોખો સંક્લ્પ આજના યુગમાં પ્રેરણાદાયી સાબિત થઇ શકે છે.


[[$googlead]]

સ્થાનિકો દ્વારા નાળિયેરમાં લોટનું મિશ્રણ કરાય છે

જામ ખંભાળિયાના કેશોદ તેમજ આસપાસના ગામના સ્થાનિકો દ્વારા 51 હજાર નાળિયેરમાં હોલ પાડી તેમાં લોટ, તેલ અને ગોળનું મિશ્રણ તૈયાર કરીને શ્રીફળમાં ભરીને કીડિયારું તૈયાર કરવામાં આવ્યું છે,આ તૈયાર થયેલા આ શ્રીફળને જિલ્લાના વિવિધ જંગલ વિસ્તાર તેમજ વૃક્ષોની પાસે મુકીને કીડીઓ તેમજ જમીનમાં રહેલ જીવજતુંને કાળઝાળ ગરમીમાં ખોરાક મળી રહે તેવા ઉમદા હેતુસર કીડિયારું બનાવવા કેશોદ તેમજ આસપાસના ગામના પુરૂષો મહિલાઓ અને બાળકો સેવા ભાવથી જોડાઇ ને શ્રીફળમાં હોલ પાડી તૈયાર કરાયેલું કીડિયારું 51 હજાર શ્રીફળમાં ભરીને જંગલ જેવા વિસ્તાર અને વૃક્ષો પર મુકવામાં આવી રહ્યા છે.

[[$alsoread]]

જીવજતુંને ખોરાક મળી રહે તે માટેનું આયોજન

નાના જીવોને પોતાના પોષણ માટેનો ખોરાક મળી રહે તેવા સુંદર વિચારોથી આ સેવા કાર્ય કરવામાં આવ્યું છે ત્યારે કહેવાય છે ને કે કીડી માટે કીડીયારું પુરવાથી કરજ ઓછું થાય છે અને સાત પેઢી માટે પુણ્યની કમાણી થાય છે.આજનાં યુગમાં યુવાનો મોબાઇલ ફોન અને ગેમ્સ માં વ્યસ્ત છે ત્યારે કેશોદ અને આસપાસના ગામોના સેવાભાવીઓ દ્વારા ચૈત્ર માસમાં માત્ર પોતાની નહીં પણ અબોલ જીવજંતુઓના પોષણની જરૂરિયાતો સમજીને અને સનાતન ધર્મનાં માર્ગને આગળ વધારી રહ્યા છે.

 

  • Follow us on: