અમદાવાદમાં સસ્તા અનાજની દુકાન ધરાવતી મહીલાને તોડબાજે પત્રકારે રૂપિયાની માંગણી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. તોડબાજ પત્રકારે મહિલા પાસેથી પૈસા પડાવવા તેને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી. તોડબાજ પત્રકારની માગણીને વશ ના થતા મહિલાએ હિમંત કરી બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.


[[$googlead]]

ખોટા કેસમાં ફસાવી દેવાની આપી ધમકી

પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ ફરિયાદમાં મહિલાએ જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી એક શખ્સ તેમની પાસેથી અવારનવાર રૂપિયા લઈ જાય છે. સસ્તા અનાજની દુકાન ધરાવતી મહીલાને આ શખ્સે પોતે પત્રકાર હોવાની ઓળખ આપી હતી. પત્રકારની ઓળખ આપ્યા બાદ આ શખ્સ ઉપરાંત તેના સાથીદારો ધાર્મિક ફાળાના નામે તેની પાસેથી રૂપિયા લઈ જતા. આ લોકો લગભગ અંદાજે તેમની પાસેથી એક થી 2 લાખ રૂપિયાની માગણી કરતા હતા. તોડબાજ પત્રકાર અને તેની ગેંગ દ્વારા વારંવાર રૂપિયાની માગણી થતી હતી અને દિવસે ને દિવસે તેમના દ્વારા માગ કરાતા રૂપિયાની રકમમાં પણ વધારો થવા લાગ્યો.આખરે કેટલાક સમયથી તેમને પૈસા આપવાની ના પાડતા તોડબાજ પત્રકાર અને તેના સાથીદારોએ તેમને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી.

[[$alsoread]]

પત્રકારની ઓળખ આપી પડાવ્યા પૈસા

પત્રકારના નામે લોકોને લૂંટવાના આ શખ્સના મનસૂબા સામે આવ્યા.અને એટલે જ તેમની ધમકીને વશ ના થતા આખરે તોડબાજ પત્રકાર અને તેના સાથીદારો વધુ લોકોને ના લૂંટે માટે પોલીસમાં ફરિયાદ નોંધાવી તેમ ફરિયાદમાં મહિલાએ જણાવ્યું. સસ્તા અનાજની દુકાન ધરાવતી મહીલાએ બની બેઠેલા પત્રકારોની ધમકીથી ડર રાખ્યા વગર બાપુનગર પોલીસ સ્ટેશનમાં 5 લોકો વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ. પોલીસ પત્રકાર બની લૂંટનારા આવા લુખાતત્ત્વોને પકડી કાયદાકીય કાર્યવાહી કરશે.

મહત્વનું છે કે રાજ્ય સરકાર તરફથી ગરીબ વર્ગને સહાય કરવા માટે સસ્તા અનાજની દુકાનો ખોલવામાં આવી છે. જેમાં રેશનકાર્ડ બતાવી લોકો સસ્તા ભાવે અનાજની ખરીદી કરતા હોય છે. અને આ સસ્તા અનાજની દુકાનનું સંચાલન કરનાર લોકોને સરકાર તરફથી કમિશન આપવામાં આવે છે. પરંતુ કેટલાક લુખાતત્ત્વો સસ્તા અનાજના દુકાનદારોને લૂંટવા અવનવા કીમીયા અપનાવતા હોય છે.

  • Follow us on: