- જાહેર માર્ગમાં બાઇકર્સ ગેંગ જોખમી સ્ટંન્ટ કરતા જોવા મળ્યા
- દ્વારકામાં ફુલડોલ ઉત્સવ દરમિયાન બાઈકર્સ ગેંગનો આંતક
- યાત્રાળુના જીવ જોખમે મૂકી બાઈક લઈને ફરતા નબીરા બેફામ
દ્વારકા હાઇવે રોડ પર બાઈકર્સના જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ થયો છે. જેમાં જાહેર માર્ગમાં બાઇકર્સ ગેંગ જોખમી સ્ટંન્ટ કરતા જોવા મળ્યા છે. હાલ દ્વારકામાં ફુલડોલ ઉત્સવ દરમિયાન હજારોની સંખ્યામાં પદયાત્રી ચાલીને જતા હોય ત્યારે બાઈકર્સ ગેંગનો આંતક સામે આવ્યો છે. યાત્રાળુના જીવ જોખમે મૂકી બાઈક લઈને ફરતા નબીરા બેફામ વાહનો હંકારી રહ્યા છે.









