- સાબરકાંઠા પંથકમાં દીપડાનો વીડિયો વાયરલ
- ખારી નદી પસાર કરતા દીપડાનો વીડિયો વાયરલ .
- દીપડાને પાંજરે પૂરવાની સ્થાનિકોની માગણી
પ્રાંતિજ વિસ્તારમાં દીપડો દેખાયો
સાબરકાંઠા પંથકમાં દીપડાનો વીડિયો વાયરલ થયો છે. સાબરકાંઠાના પ્રાંતિજના ધડી થી મઠ વિસ્તાર બાજુ જતો દીપડો જોવા મળ્યો છે. ખારી નદી પસાર કરતા દીપડાનો વિડીયો વાયરલ થયો છે. સાબરકાંઠા પંથકમાં દીપડો નજરે ચડતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે. સ્થાનિકોએ વન વિભાગને દીપડાને પાંજરે પૂરવા માગણી કરી છે.
તલોદના મોઢુકામાં દિપડો ઝડપાયો
મહત્ત્વનું છે કે, તલોદના મોઢુકા ગામમાં ગ્રામજનોએ દીપડાને ઝડપીને વન વિભાગને હવાલે કર્યો હતો. ત્યારે એક દીપડાનો વિડિયો વાયરલ થતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે જવાબદાર તંત્ર દ્વારા આ વાયરલ થયેલ વિડિયો વિશેની માહિતી મેળવીને સત્વરે દીપડાને પકડવના ચક્રો ગતિમાન કરે તેવી સ્થાનિકોએ માંગ કરી છે.
અગાઉ પણ દીપડો દેખાયાની અનેક ઘટનાઓ સામે આવી છે
રાજકોટ શહેર બાદ ગ્રામ્ય વિસ્તારમાં દીપડાના પંજાના નિશામ મળી આવતાં સ્થાનિકોમાં ભયનો માહોલ. નવાગઢ રેલવે સ્ટેશન નજીકથી એક વાછરડાનું મારણ મળી આવ્યુ છે. સ્થાનિક ખેડૂતનું કહેવું છે કે, એક નહીં બે દીપડા છે.
પંજાના નિશાન મળ્યા
રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં દિપડાએ આતંક મચાવ્યો છે. મળતી માહિતી અનુસાર, રાજકોટ ગ્રામ્ય વિસ્તારના જેતપુરના રહેણાંક વિસ્તારના નવાગઢ રેલવે સ્ટેશન પાસે વાછરાડનું મારણ મળી આવ્યું હતું. નવાગઢ રેલવે સ્ટેશન પર વાછરડાનું મારણ થયેલ હતું. આ વાછરડાના મારણ પાસેથી પંજાના નિશાન મળી આવ્યા છે જેને જોતાં પ્રાથમિક દ્રષ્ટિએ ખેડૂતોનું કહેવું છે કે આ પંજાના નિશાન દીપડાના છે. પંજાના નિશાન પરથી દીપડો હોવાના પ્રાથમિક અનુમાનને પગલે ફોરેસ્ટ વિભાગને સમગ્ર ઘટના અંગે જાણ કરવામાં આવી છે.
ઘટના સ્થળથી નજીકમાં જ શાળા આવેલી છે. જેને લઈને વાલીઓને પોતાના બાળકોને શાળાએ મોકલાવામાં ડર લાગે છે. રાજકોટ શહેર બાદ હવે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં દીપડાની દહેશતને પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ફોરેસ્ટ વિભાગ આ સમગ્ર મામલે તપાસ કરે તેવી સ્થાનિકોની માંગ છે. સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે, આસપાસના વિસ્તારમાં એક નહીં પણ બે દીપડા આંટાફેરા કરે છે. નવાગઢ રેલવે સ્ટેશન પાસેથી મળી આવેલું વાછરડાનું મારણ દીપડાએ કર્યું છે કે અન્ય કોઈ પ્રાણીએ.! જે અંગેની તપાસ વન વિભાગ દ્વારા કરવામાં આવશે ત્યાર બાદ જ દીપડા અંગે ખબર પડશે.









