- સેરેમની માટે જે સ્ટેજ બનાવવામાં આવ્યું
- સિતારાઓના પરફોર્મન્સ માટે ખાસ સ્ટેજ તૈયાર
- 28 જાન્યુઆરીના યોજાશે ફિલ્મફેર એવોર્ડ્સ
રાજ્યમાં ગાંધીનગરના ગિફ્ટ સીટી ખાતે પહેલી વખત ફિલ્મફેર એવોર્ડ્સનું આયોજન થઈ રહ્યું છે. ગુજરાત ટુરિઝમ સાથે 69મો ફિલ્મફેર અવોર્ડ્સ સમારોહ 28 જાન્યુઆરીએ ગુજરાતના પાટનગર ગાંધીનગરના ગિફ્ટસિટીમાં યોજાવા જઈ રહ્યો છે. ગુજરાત આ અવોર્ડ સેરેમની માટે યજમાન બન્યું છે.
ગિફ્ટ સિટીમાં ભવ્ય અને વિશાળ સ્ટેજનું નિર્માણ કરવામાં આવ્યુ છે. જ્યાં આ સેરેમની યોજાવવા જઈ રહ્યું છે. આ સેરેમની માટે જે સ્ટેજ બનાવવામાં આવ્યું છે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જેમાં ફિલ્મફેર સમારોહ માટેના સ્ટેજ અને ઈવેન્ટ લોકેશનની ફાઈનલ તૈયારીઓ ચાલતી જોવા મળી રહી છે. સિતારાઓના પરફોર્મન્સ માટે ખાસ આ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું.

ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે 28 જાન્યુઆરીના રોજ 69મા હ્યુન્ડાઈ ફિલ્મ ફેર એવોર્ડ્સનું આયોજન થયું છે. ગુજરાત ટુરિઝમના સહયોગથી યોજાનારી આ ઈવેન્ટમાં બોલિવૂડના સ્ટાર્સ પરફોર્મન્સ આપશે અને આ સાથે ભારતીય સિનેમામાં યોગદાન આપનારા કલાકારોને સન્માનિત કરવામાં આવશે. આ સેરેમનીમાં રણબીર કપૂર, વરુણ ધવન, કરીના કપૂર ખાન, જાન્હવી કપૂર, સારા અલી ખાન અને કાર્તિક આર્યન પરફોર્મન્સ આપશે, જ્યારે કરણ જોહર, આયુષ્માન ખુરાના અને મનીષ પોલની ત્રિપુટી દ્વારા સેરમેનીને હોસ્ટ કરવામાં આવશે.
ગાંધીનગરમાં રસ્તાઓ રહેશે બંધ
નોંધનીય છેકે, 28 જાન્યુઆરીએ ગાંધીનગરમાં ગિફ્ટ સીટી ખાતે ફિલ્મફેર એવોર્ડ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં બપોરે 12 થી રાત્રે 12 સુધી રસ્તો બંધ રહેવા અંગે ક્લેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી રહી છે. આ અંગે ગાંધીનગર કલેકટર દ્વારા જાહેરાનામુ બહાર પાડવામાં આવ્યું છે. જેના અંતર્ગત ગાંધીનગરના PDPU થી આઈકોનિક બ્રિજ અને ગીફ્ટ સીટીનો રસ્તો જાહેર જનતા માટે બંધ રાખવામાં આવ્યો છે. જ્યારે શાહપુર બ્રિજથી ગીફ્ટ સીટીનો રસ્તો જાહેર જનતા માટે બંધ રહેશે.









