• ઘાટલોડિયાની કેલોરેકસ સ્કૂલનો વીડિયો વાયરલ
  • વીડિયો વાયરલ થતા VHPના આગેવાનો શાળાએ પહોંચ્યા
  • શાળામાં VHPના આગેવાનોએ કર્યો વિરોધ

ફરી એકવાર શાળામાં નમાઝ પઢાવાનું શિખવાડવાનો વીડિયો સામે આવતાં વિવાદ ઊભો થયો છે. જેમાં અમદાવાદની ઘાટલોડિયાની કેલોરેકસ સ્કૂલમાં નમાઝ પઢાવાનું બાળકોને શિખવડાતો હોય તેવો વીડિયો સામે આવ્યો છે. જેના કારણે વિરોધ શરૂ થયો હતો. જે પછી હિન્દુ સંગઠનોએ શાળાના શિક્ષકને ફટકાર્યો હતો જેના દ્રશ્યો વીડિયોમાં કેદ થયાં છે. આ અંગે ઘાટલોડિયા પીઆઈ અને પોલીસની ટીમે સ્કૂલે પહોંચી તપાસ હાથ ધરી છે. 

[[$googlead]]

શિક્ષણ મંત્રીએ પણ આપ્યા આદેશ

[[$alsoread]]

કેલોરેક્સ શાળામાં થયેલા વિવાદના મામલે રાજ્ય સરકાર પણ સક્રિય થયું છે. જેના માટે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે અમદાવાદની ઘટનાને લઈ રિપોર્ટ મંગાવ્યો છે. તેમજ શાળામાં વિવાદના મૂળ બનેલા વિષયને લઈને પણ શિક્ષણ મંત્રીએ સૂચના આપી છે. શિક્ષણ મંત્રીએ શાળા માં શિક્ષણ ના કાર્ય પર ભાર મુકવા સૂચના આપી છે.

DEO એ શાળા પાસે માંગ્યો જવાબ 

DEO એ કેલેરોક્સ સ્કૂલ પાસે ખુલાસો માંગતા કહ્યું કે, ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડતા હોઈ તેવું જોવા મળી રહ્યું છે. તેમજ આ કારણે બાળકના માનસ પર વિપરત અસર પડી શકે છે.આ સાથે જ આજે સાંજે 5 વાગ્યા સુધીમાં DEO ને રિપોર્ટ સોંપવા માટે તાકીદ કરવામાં આવ્યા છે. શિક્ષણ મંત્રીએ ડિઈઓ ને રીપોર્ટ સોંપવા આપી તાકીદ કર્યા છે.  આ અંગેની માહિતી અનુસાર, અમદાવાદમાં શાળાની અંદર એક કાર્યક્રમ દરમિયાન નાના બાળકોને નમાઝ પઢાવાનું શિખવડા હોય તેવો વીડિયો વાયરલ થયો હતો જે પછી VHPના આગેવાનો શાળાએ પહોંચ્યા હતા. તેમજ શાળામાં વિરોધ વ્યક્ત કર્યો હતો. જેના પર શાળા પ્રશાસન સામે વિરોધ વ્યક્ત કર્યો છે.


એટલું જ નહીં ઈદના દિવસે આ સ્કૂલમા નમાઝ અદા કરવામાં આવી હોવાની વિગતો સામે આવી રહી છે. એટલું જ નહીં શાળાએ પોતાના સોશિયલ મીડિયા પેજ પર સ્કૂલે વિડિયો મૂક્યો હતો ત્યારબાદ ઉતારી લીધો હોવની પણ માહિતી સામે આવી રહી છે. આ અંગે વિવાદ વધતાં વાલી શાળામાં VHPના આગેવાનોએ વિરોધ કરતાં કહ્યું કે, શાળાએ શિક્ષણનું ધામ છે, આવી પ્રવૃત્તિ ન થવી જોઇએ. શિક્ષણ વિભાગ આ સ્કૂલ સામે પગલાં લેવા માટે રજુઆત કરી છે.

શાળા પ્રશાસને માફી માંગી 

આ અંગે શાળા પ્રશાસને માફી માંગી હતી અને કહ્યું હતું કે, 29 સપ્ટેમ્બરના ઈદના દિવસે કાર્યક્રમમાં એક વિદ્યાર્થી નમાઝ પડવાની પદ્ધતિ બતાવી રહ્યો હતો, જેના અંગે વિવિધ હિન્દુ સંગઠનોએ ધ્યાન દોરતા અમને ભૂલ જણાઈ છે, જેથી અમે માફી માંગી રહ્યા છે અને ભવિષ્યમાં આવી ભૂલ નહીં થાય તેની કાળજી રાખવામાં આવશે. તેમજ તમામ વાલીઓની પણ માફી માંગી હતી. 

ABVP ના કાર્યકર્તાઓએ શિક્ષકને માર માર્યો

જોકે આ મામલે કલોરેક્સ સ્કૂલમાં ABVP ગુંડાગીરી પર ઉતરી આવ્યું હોવાનું સામે આવી રહ્યું છે. જેમાં નમાઝ અદા કરાવનાર શિક્ષકને ABVP કાર્યકરોએ માર માર્યો છે. તેમજ આચાર્યએ ઘટના બદલ માફી માંગી હોવા છતાં માર મારવામાં આવ્યો છે. ઈદ ના દિવસે શિક્ષકે મુસ્લિમ વિદ્યાર્થી સાથે અન્ય વિદ્યાર્થીઓને નમાઝ અદા કરતા શીખવ્યું હતું. તેમજ વીડિયોમાં નમાઝ પડતા દેખાતા વિદ્યાર્થીઓ માંથી માત્ર એકજ વિદ્યાર્થી મુસ્લિમ છે તેવી માહિતી સામે આવી છે. 

  • Follow us on: