• અમદાવાદમાં મહિલા હોમગાર્ડનો આપઘાતનો પ્રયાસ
  • ઓઢવ નારી સંરક્ષણ ગૃહમાં ફરજ બજાવે છે મહિલા
  • જેઠ-જેઠાણી દ્વારા માનસિક ત્રાસ અપાતો હોવાનો મહિલાનો આક્ષેપ
અમદાવાદમાં મહિલા હોમગાર્ડે આપઘાતનો પ્રયાસ કર્યો છે. અમદાવાદના ઓઢવમાં નારી સંરક્ષણ ગૃહમાં ફરજ બજાવતી મહિલા હોમગાર્ડે ચેતના ગુપ્તાએ આત્મહત્યાનો પ્રયત્ન કર્યો છે. પારિવારિક મિલકતને લઈ માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો મહિલા હોમગાર્ડનો આક્ષેપ છે.

પારિવારિક મિલકતને લઈ માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો આક્ષેપ

પારિવારિક મિલકતના ઝઘડામાં જેઠ જેઠાણી દ્વારા મહિલાના પરિવારને માનસિક હેરાનગતિ કરવાનો આરોપ મહિલાએ લગાવ્યો છે અને મહિલાએ ફિનાઈલ પીતા પહેલા એક વીડિયો બનાવ્યો છે અને સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી. ત્યારે હાલમાં મહિલા હોમગાર્ડ ચેતના ગુપ્તા હાલ હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર હેઠળ છે.

પોલીસે સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરી

મહિલા હોમગાર્ડના પતિએ પણ ભાઈ અને ભાભી ઉપર આક્ષેપ લગાવ્યા છે. જેઠ જેઠાણી દ્વારા પાણી અને લાઈટનું કનેક્શન કાપીને પણ હેરાનગતિ કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ મહિલા હોમગાર્ડના પતિએ કર્યો છે. ત્યારે આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસને પણ આ ઘટના અંગે જાણ કરવામાં આવી છે અને પોલીસ તપાસ બાદ જ સમગ્ર હકીકત સામે આવશે.

થોડા દિવસ પહેલા જ વાસણા પોલીસે આપઘાત કરવા જતી વ્યકિતને બચાવ્યો

થોડા દિવસ પહેલા જ વાસણા પોલીસે આપઘાત કરવા જતા વ્યક્તિને દેવદુત બનીને બચાવ્યો હતો. વાસણા પોલીસની પીસીઆર વાન પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસ કંટ્રોલ રૂમ તેમજ પોલીસને ઈમેઈલ મળ્યો કે એક વ્યકિત કે જેઓ વાસણાની હદમાં આવેલી વિશાલા બ્રિજ પાસે આપઘાત કરવા માટે જઈ રહ્યો છે, ત્યારે પોલીસે ત્યાં પહોંચીને તે વ્યકિતને બચાવ્યો હતો.

માત્ર 3 મિનિટમાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી

ઘટનાની જાણ થતાની સાથે જ માત્ર 3 મિનિટમાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આ વ્યકિત કૂદવા જાય તે પહેલા તેને બચાવ્યો હતો. મહત્વની વાત છે કે પોલીસે જ્યારે આપઘાત કરવાનું કારણ પૂછયું ત્યારે વાત સામે આવી કે જે વ્યકિત આપઘાત કરવા જતો હતો તેને તેની માતા સાથે નાની વાતમાં બોલાચાલી થઈ હતી અને તે બોલાચાલીને લઈ ખોટુ લાગતા આપઘાત કરવા પહોંચ્યો હતો.

  • Follow us on:

[[$googlead]]