- હાલોલના રામેશરા ગામ પાસે કેનાલમાં ઝંપલાવ્યું
- બન્ને હાલોલના હડબિયા ગામના
- સ્થળ પરથી ચંપલ, મોબાઇલ, ઓઢણી મળી
હાલોલ તાલુકાના રામેશરા ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેરમાં આજે એક યુવક યુવતીએ છલાંગ લગાવી હોવાની શંકાને લઇ હાલોલ ગ્રામ્ય પોલીસે તેમની શોધખોળ આદરી છે.
બનાવ ની પ્રાપ્ત માહિતી એવી છે કે, આજે સવારે હાલોલના રામેશરા ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેર પાસેથી એક ઈસમ પસાર થતો હતો. ત્યારે એક યુવક યુવતી આ કેનાલ પાસે ઉભા હતા અને થોડીવાર પછી તે પરત ર્ફ્યા ત્યારે તે જગ્યાએ કેનાલ ની પાળી ઉપર યુવતીની ઓઢાણી અને બંનેના ચંપલ તેમજ બંનેના મોબાઈલ જોતા એમને કોઈ અજુગતું થયાનું જણાયુ હતું. જેની જાણ હાલોલ ગ્રામ્ય પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. આ બનાવ અંગેની વાત વાયુ વેગે ફેલાતા ઘટના સ્થળે લોકટોળા જમ્યા હતા. પોલીસે મળેલા મોબાઈલના આધારે અને ખાનગી રહે તપાસ કરતા આ યુવક યુવતી હાલોલ તાલુકાના હડબિયા ગામ ના હોવાનું બહાર આવ્યું હતું. જેને લઇ તે બંને ના પરીવારજનોને આ બનાવ અંગે વાકેફ્ કરતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બનાવ સ્થળેથી યુવક યુવતીના ચંપલ, બંને ના મોબાઈલ, ઓઢણી મળી આવતા તેઓ બંને કેનાલના પાણીમાં કૂદી પડયા હોવાનું અનુમાન અનેક શંકાઓને લઇ હાલોલ ગ્રામ્ય પોલીસે હાલોલ તેમજ વડોદરાના ફયર ટીમની મદદ લઇ હાલ તેઓની શોધખોળ આદરી છે. આ બનાવ કોઈ એ જોયો ના હોવાથી અનુમાન લગાવી હાલ તેની શોધખોળ કરવામાં આવી રહી છે.










