- યુવકે બી.કોમનો અભ્યાસ કર્યો હતો
- નોકરી ન મળતા યુવક નાસીપાસ થઇ ગયો હતો
- પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલ્યો
સુરત શહેરના ઇચ્છાપોરના બંગાળી યુવકે સોમવારે સવારે ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બી. કોમ સુધીનો અભ્યાસ કર્યા પછી પણ નોકરી નહીં મળતા નાસીપાસ થઈ જઈ તેણે અંતિમ પગલું ભરી લીધું હોવાનું પોલીસ જણાવી રહી છે.
મુળ પશ્ચિમ બંગાળનો વતની શુભમ ઉર્ફે સોવોન લક્ષ્મણ બારઈ (ઉં.વ.૨૧) પરિવાર સાથે ઇચ્છાપોર ખાતેની જયરાજ સોસાયટીમાં રહેતો હતો. દરમિયાન સોમવારે સવારે શુભમની ઘરમાંથી ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ બનાવની જાણ થતા ઇચ્છાપોર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહ પોસ્ટમોટર્મ માટે સિવિલમાં ખસેડ્યો હતો. શુભમના અકાળે મોતથી પરિવારમાં શોકની કાલીમાં છવાઈ ગઈ છે.










