જામનગરમાં આંખલાએ યુવકનો જીવ લીધો છે,યુવક બાઈક લઈને જઈ રહ્યો હતો તે દરમિયા અચાનક આંખલો રોડ પર આવી જાય છે અને યુવક નીચે પટકાતા તેનું મોત થયું છે,સમાણઆ હાઈવે પર આ ઘટના બની છે,ઘટનાની જાણ થતા તંત્ર દોડતું થયું હતુ તો મૃતક યુવકના મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.


[[$googlead]]

જામનગરમાં અચાનક રોડ પર આખલો આવી જતા મોત થયું

જામનગરના સમાણા હાઈવે પર રોડ પર આખલો આવી જતા તેનું મોત થયું હોવાની વાત સામે આવી છે,યુવક રોડ પર પટકાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી જેના કારણે તેનું મોત થયું છે,યુવકને સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતુ,જેમાં યુવાન હાઇવે પરથી પસાર થતા અચાનક રોડ પર આખલો આવી જતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં 37 વર્ષના આનંદ સંતોકી નામના યુવાનને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી અને તે મોતને ભેટયો હતો.

[[$alsoread]]

જામનગરમાં થોડા દિવસ અગાઉ ઘાસચારો જપ્ત કરાયો

જામનગરમાં રખડતા ઢોર નિયંત્રણ માટે મનપા દ્વારા કેટલ પોલીસીની કડક અમલવારી અંતર્ગત એસ્ટેટ શાખા દ્વારા રવિવારે વધુ 1000 કીલો ઘાસચારો જપ્ત કરવામાં આવ્યો હતો. શહેરના મીગકોલોની, રાજપાર્ક, સાધનાકોલોની સહિતના માર્ગો પર આ કાર્યવાહી કરાઇ હતી. શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ જીવલેણ બનતા મનપા દ્વારા આખરે કેટલ પોલીસીની કડક અમલવારી શરૂ કરવામાં આવી છે.જે પણ વ્યકિત જાહેરમાં ઢોરચારો રાખશે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.


  • Follow us on: